કર્મચારીઓમાં દોડધામ: કલેક્ટર જાણ કર્યા વગર જ બે ગામમાં કુપોષિત બાળકોના ઘરે પહોંચ્યા

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

બે ગામમાં કુપોષિત બાળકોના ઘરે પહોંચી દાહોદના કલેક્ટરે વિવિધ પુછપરછ કરી હતી. 

  • આંગણવાડીમાં 11 પ્રકારના રજિસ્ટર ચકાસ્યા

દાહોદ જિલ્લામાં બાળકોમાં કુપોષણનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. એ માટે આંગણવાડી કક્ષાએથી પોષણક્ષમ આહાર આપવાની કામગીરી ઉપરાંત બાલ સંજીવની કેન્દ્રો રાજ્ય સરકાર દ્વારા ચલાવે છે. જેમાં અતિકુપોષિત બાળકોને પખવાડિયા સુધી રાખી સારવાર કરે છે. દાહોદમાં પોષણના સૂચકાંકો પર નીતિ આયોગ દ્વારા મોનિટરિંગ કરે છે.

પોષક આહારનું વિતરણ કોઇ બાધ વિના લોકડાઉનમાં પણ શરૂ છે. ત્યારે કલેક્ટર વિજય ખરાડી કોઇને આગોતરી જાણ કર્યા વિના બોરવાણી અને છાપરી આંગણવાડી કેન્દ્રની મુલાકાતે પહોંચી ગયા હતા. કુપોષિત બાળકોના ઘરે જઇને વિવિધ પુછપરછ કરી હતી. આ બાબતથી સબંધિત કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. આંગણવાડીમાં જઇ કલેક્ટરે સંચાલક દ્વારા નિભાવવામાં આવતા 11 પ્રકારના રજીસ્ટરોની ચકાસણી કરી હતી.

તેમના દ્વારા થતી કામગીરી અંગે પૃચ્છા કરી હતી. આટલું જ નહીં, ખરાડીએ આંગણવાડીમાં રહેલા પુરવઠાની રજીસ્ટરો સાથે મેળવણી કરી ચકાસણી કરી હતી. તેમણે પોષણ વાટિકાની પણ મુલાકાત લીધી હતી. આટલું જ નહીં, મમતા કાર્ડ મુજબના સગર્ભા માતાના ઘરની પણ કલેક્ટર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. તેમને પૂરતા પ્રમાણમાં માતૃશક્તિના પેકેટ્સ, આયર્નની ગોળીઓ મળે છે કેમ ? તેવી વિગતો જાણી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: