કરંબામાં બીજા લગ્ન કરવાના મામલે ટોળાનો હિંસક હુમલો

હુમલામાં મહિલા સહિત ત્રણ ઘાયલ આઠના ટોળા સામે ગુનો દાખલ

  • Dahod - કરંબામાં બીજા લગ્ન કરવાના મામલે ટોળાનો હિંસક હુમલો

    સંજેલી તાલુકાના કરંબા ગામમાં યુવકે બીજા લગ્ન કર્યાની જેતપુર ગામના મહિલાઓ સહિતના આઠ લોકોના ટોળાએ ભેગા મળીને હિંસક હુમલો કર્યો હતો. આ હુમલામાં મહિલાઓ સહિત ત્રણ લોકો ઘાયલ થયા હતાં. આ મામલે સંજેલી પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    કરંબા ગામના સુનીલભાઇ નિસરતા સવારના 11.30 વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતાં. તે વખતે ટીમાચી ગામના માંગરોળ ફળિયાના ભુરસિંગ બારિયા, સુરસિંગ બારિયા, રાજુ બારિયા, શનુબેન બારિયા, ગરાડુ ગામના શાંતાબેન મછાર, શીતલબેન મછાર અને જેતપુર ગામના મહેન્દ્ર ડામોર, વિકાસ ડામોર ભેગા મળીને સુનીલભાઇના ઘરે ધસી ગયા હતાં. શીતલબેને તુ બીજી બૈરી કેમ લાવ્યો છે કહીને ઝઘડો કરીને પ્રવીણભાઇને કપાળે લાકડી ઝીંકી ઇજા કરી હતી. કલીબેનને હાથ ઉપર બચકુ ભર્યું હતું. શાંતાબેને મથુરીબેનને ગડદાપાટુનો માર માર્યો હતો. આ સાથે શનુભાઇને પણ માર મારીને ટોળાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

More From Madhya Gujarat






Related News

Comments are Closed

%d bloggers like this: