કમોસમી વરસાદ: દાહોદમાં શનિવારની રાત્રે કમોસમી વરસાદ પણ ઠંડીમાં ઘટાડો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ4 કલાક પહેલા
- કૉપી લિંક
- જિલ્લામાં રવિવારે પણ આખો દિવસ તડકા-છાયડાની રમત ચાલી : ચણાની ખારાશ મરતાં ઇયળ પડવાનો ભય
દાહોદ શહેર સહિત જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું. ત્યારે શનિવારની રાત્રે એકાએક વાતાવરણ બદલાતા દાહોદ શહેર સહિત જિલ્લાના કેટલાંક સ્થળોએ કમોસમી વરસાદ વરસ્યો હતો. દાહોદ શહેરમાં બે તબક્કામાં વરસાદ જોવા મળ્યો હતો. જેમાં બજાર વિસ્તાર ભીનો થઇ રહ્યો હતો ત્યારે સ્ટેશન રોડ કોરુ હતું. અને બજારના રસ્તા ભીના કર્યા બાદ વરસાદે સ્ટેશન રોડ,ગોદીરોડ વિસ્તારમાં એન્ટ્રી મારી હતી.
રવિવારના રોજ પણ આખો દિવસ તડકા-છાયડાની રમત જોવા મળી હતી. ક્યારેક વાતાવરણ વાદળછાયું બની જતું હતું. તે ક્યારે તાપ નીકળેલો જોવા મળી રહ્યો હતો. આ વાતાવરણ વચ્ચે શનિવારની રાતથી ઠંડીમાં ઘટાડો અનુભવાયો હતો. જિલ્લામાં ખેતરોમાં હાલ ચણા અને ઘંઉ કરેલા છે ત્યારે કમોસમી વરસાદથી ચણાના છોડ ઉપરની ખારાશ ધોવાઇ જતાં તેમાં ઇયળ પડવાની દહેશત ખેડૂતો વ્યક્ત કરતા જોવા મળ્યા હતાં.
સંજેલી તાલુકાના ખેડૂતો ચિંતામાં, ધાનપુર પંથકમાં કમોસમી વરસાદ
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં દિવસ દરમિયાન વાતાવરણમાં પલટો આવતા ઠંડીનો પ્રકોપ વધી ગયો હતો. એકા એક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો પણ મુંઝવણમાં મુકાયા હતા. ચણા જેવા પાકને નુકશાન થવાનો ભય સતાવી રહ્યો છે. દિવસ દરમિયાન આકાશમાં વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું.
ધાનપુર તાલુકામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં આવેલા પલટાને કારણે ઠંડીમાં રાહત અનુભવાઈ રહી હતી ત્યારે કમોસમી વરસાદનો પડવાની શક્યતા વધી ગઈ હતી ત્યારે ગતરોજ શનિવારની રાત્રિએ આ કમોસમી વરસાદના અમીછાટણા ધાનપુર સહિતના સીમામોઇ પીપેરો તેમજ રતનમહાલ વિસ્તારના ગામડાઓમાં કમોસમી વરસાદના અમી છાંટણા થયા હતા આજરોજ રવિવારના દિવસે પણ વાતાવરણ હોય જેથી કમોસમી વરસાદ પડવાની ક્યાંક ઝાપટું પડવાની શક્યતા રહેલી છે ત્યારે ખેડૂતોને ઉભા પાકમાં જીવાતો પડવાની અને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
પંચમહાલ – મહિસાગર જિલ્લામાં કમોસમી વરસાદ નોંધાયો
વિરપુર તાલુકામાં છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું બાદમાં રવીવારના સાંજના સમયે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed