કમોસમી માવઠું: દાહોદ પાસેના પૂર્વ વિસ્તારના ગામડાઓમાં કમોસમી માવઠાં સાથે કરાં પડતા આશ્ચર્ય
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- રવી ઋતુની પૂર્ણાહુતિ ટાંણે જ કવેળા વરસાદ આવતા હવામાન બદલાઇ ગયુ ગરમી,ઠંડીની મિશ્ર ઋતુ સાથે વરસાદ આવતા બીમારીઓનો ભય વધ્યો
દાહોદ પંથકમાં સવારે અને રાત્રે ઠંડી પડી રહી હોવાથી મિશ્ર ઋતુની અનૂભુતિ થઇ રહી છે.તેવા સમયે ગુરુવારે બપોંરે ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ પડતા ચારે કોર ઠંડક છવાઇ ગઇ હતી.મધ્ય ગુજરાત માટે કોઇ આગાહી ન હોવા છતાં એકાએક જ વાતાવરણમાં પલ્ટો આવતાં આશ્ચર્ય સર્જાયુ હતુ.
દાહાદ પંથકમાં રવી ઋતુની પૂર્ણાહુતિ સાથે હાલમાં ઘઉં અને ચણાંનો પાક તૈયાર છે.બીજી તરફ જિલ્લામાં ગરમી અને ઠંડીનુ બેવડું વાતાવરણ છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાઇ રહ્યુ છે.વહેલી સવારે અને સાંજથી ઠંડી પડી રહી છે જ્યારે બપોરના સમયે ગરમી લાગી રહી છે.આમ બેવડી ઋતુ અનુભવાઇ રહી છે.બીજી તરફ હવામાન વિભાગે ત્રણેક દિવસ અગાઉ દક્ષિણ ગુજરાતમાં કમોસમી માવઠું થવાની આગાહી કરવામાં આવી હતી. પરંતુ મધ્ય ગુજરાતમાં આવો કોઇ વરસાદ થવાની લગીરે સંભાવના જણાતી ન હતી. તેમ છતાં ગુરુવારે બપોરે 2:23 વાગ્યાના અરસામાં દાહોદ પંથકના પૂર્વ પટ્ટી વિસ્તારમાં એકાએક જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસવા માંડ્યો હતો.
વરસાદ સાથે કરા પડતાં સ્થાનિકોમાં ભારે આશ્ચર્ય સર્જાયુ હતુ.દાહોદ શહેરમાં પણ વાદળો ગરજવા માંડતા ચોમાસુ માહોલ સર્જાયો હતો. કારણ કે પંથકમાં ગમે ત્યારે ધોધમાર વરસાદ વરસે છે પરંતુ કરા પડવાની ઘટના અસામાન્ય છે.હાલમાં કોરોનાનો ભય ઓસરી રહ્યો હોવાથી નાગરિકો થોડી બેદરકારી પણ રાખી રહ્યા છે તેવા સમયે જ હવામાન બદલાઈ જતાં ટાઢક છવાઈ જવાને કારણે ઋતુજન્ય રોગો સાથે કોરોનાનો ભય પણ વધી રહ્યો છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed