કતવારામાં વોન્ટેડને છોડાવી જવા પોલીસ કર્મીઓ સાથે ઝપાઝપી

7ને છોડાવવા 200 માણસોના ટોળાને ઉશ્કેરીને લાવ્યા હતાં ટોળામાં 7 વોન્ટેડ હોઇ પોલીસે કોર્ડન કરતાં મામલો…

 • Dahod - કતવારામાં વોન્ટેડને છોડાવી જવા પોલીસ કર્મીઓ સાથે ઝપાઝપી

  દાહોદ શહેર નજીક આવેલા કતવારા ગામે વન વિભાગની જમીનમાં નુકસાન કરવાના ગુનામાં કોમ્બિંગ કરીને ત્રણ આરોપીઓને પકડતાં 200 માણસોનું ટોળુ પોલીસ મથક નજીક પીકઅપ સ્ટેન્ડ પાસે હાઇવે ઉપર ભેગુ થયું હતું. આ ઘટનાની જાણ થતાં મોટો પોલીસ કાફલો કતવારા ખડકી દેવાયો હતો. આ સાથે ઇન્ચાર્જ એસ.પી કાનન દેસાઇ સહિતના અધિકારીઓએ પણ ઘટના સ્થળે જઇને લોકોને સમજાવતાં ટોળુ ધીમે-ધીમે વીખેરાઇ ગયું હતું.

  જોકે, આ ટોળામાં અગાઉના ગુનામાં શામેલ વોન્ટેડ પૈકીના કાળુ મોહનિયા, દેવચંદ ગુંડીયા, નેવા ગુંડિયા, સોમા ભુરા, પ્રતાપ ભુરા, રામસિંગ ગોહિલ અને મથુર મેડા પણ હોવાથી પોલીસે તેમને પકડવા માટે કોર્ડન કર્યા હતાં. આ છએને પોલીસ પાસેથી છોડાવી જવા માટે કાળાખુંટ ગામના સુરેશ મીનામા, નિલેશ પરમાર, મગન કટીજા, મુકેશ, પરમાર ગુમજી પરમાર અને બળવંત આમલિયાર નામક યુવકો

  …અનુ. પાન. નં. 2

  7 ગામના ટોળાએ 4000 રોપા ઉખેડ્યા

  ઝરીખુર્દ ગામમાં 4 ઓક્ટોબરના રોજ વન વિભાગની જમીન ખેડવાના ઇરાદાથી ટ્રેક્ટર અને હળ લઇને ધસી ગયેલા ટોળાએ વન વિભાગના કર્મચારીઓને ગોંધી રાખ્યા હતાં. આ સાથે પ્લાન્ટેશન કરેલા 4 હજાર રોપા ઉખેડી ફેંકી વન વિભાગના કર્મચારીઓને પણ ધમકીઓ આપી હતી. આ બનાવ અંગે કતવારા પોલીસે 7 ગામના 26 સામે ગુનો દાખલ કર્યો હતો.

  ઇ.એસ.પી સહિતના અધિકારીઓ દોડી ગયા

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: