કતવારામાં ગણેશ વિસર્જનમાં તૈનાત પો. કર્મીઓ ઉપર હુમલો

પોલીસે કેમ જીપ ના પકડી કહી હુમલો 10ના ટોળા સામે ગુનો દાખલ કરાયો

  • Dahod - કતવારામાં ગણેશ વિસર્જનમાં તૈનાત પો. કર્મીઓ ઉપર હુમલો

    દાહોદ તાલુકાના કતવારા ગામે છત્રી તળાવ પાસે રવીવારના રોજ ગણેશ વિસર્જન ચાલી રહ્યું હતું. દરમિયાન સાંજના 6 વાગ્યાના સુમારે એક અજાણી સફેદ કલરની જીપના ચાલકે વિસર્જન યાત્રામાં સામેલ કતવારા ગામના વાડી ફળીયાના કનુભાઇ ખેતીયાભાઇ હઠીલાને ડાબા પગે વ્હીલ ચઢાવી ફ્રેક્ચર કર્યું હતું. આ મામલે કતવારા ગામના વાડી ફળીયાના હઠીલા કુટુંબના કાંતીભાઇ વેસ્તાભાઇ, કરણભાઇ ખીમચંદભાઇ, ગંગારામ મલજીભાઇ, દિનેશ જવસીંગભાઇ, અજીત નવલસીંગભાઇ, મુકેશભાઇ સામાભાઇ તથા અન્ય ત્રણ યુવકોએ મળીને ફરજ ઉપરકની પોલીસ સાથે બબાલ કરી હતી. ફરજ પરના કતવારા પોલીસ સ્ટેશનના એએસઆઇ પર્વતસિંહ, હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રગીરી, બાબુભાઇ તથા અન્ય પોલીસ કર્મીઓ સાથે બોલાચાલી કરી તમોએ અકસ્માત કરી નાસી જનારા વાહનને કેમ રોક્યુ નહી કહ્યું હતું. એ.એસ.આઇ. પર્વતસિંહ મોતીભાઇને ડાબા ખભા પર લાકડીનો ફટકો મારી ઇજાઓ કરી હતી. અન્ય પોલીસ કર્મચારીઓને પણ ફરજ દરમિયાન ધક્કા મુક્કી કરી ધક્કે ચઢાવી ધિંગાણુ કર્યું હતું.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: