ઓનલાઇન ફ્રોડ: દાહોદમા સિનિયર સિટીઝનને ફોન કરી લલચાવી ગઠિયાએ ખાતામાંથી 3.82 લાખ સેરવી લીધા

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ફોન કરી ખાતાની માહિતી મેળવી નિવૃત કર્મચારીનુ બારોબાર કરી નાંખ્યુ

દાહોદ શહેરમાં એક 63 વર્ષીય નિવૃત વ્યક્તિને કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન કરી લોભામણી લાલચ આપી બેંક ખાતાનો ઓટીપી નંબર મેળવી કુલ રૂા. ત્રણ લાખ 82 હજાર 383 ખાતામાંથી ઉપાડી લેતાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે સિનિયર સિટીઝને શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

દાહોદ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ઓન લાઈન ફ્રોડ કરતી ટોળકી સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યું છે. લોકોને લોભામણી જાહેરાતો, ગીફ્ટ વિગેરે આપવાના બહાને તેઓના બેંક ખાતામાંથી લાખો રૂપીયા પડાવી લેવામાં આવી રહ્યાં છે. ભુતકાળમાં પણ અનેક આવા કિસ્સાઓ પોલીસના ચોંપડે નોંધાઈ ચુંક્યાં છે. ત્યારે વધુ એક આવા બનાવને પગલે દાહોદ શહેરમાં ચકચાર મચી ગયો છે.

દાહોદ શહેરના ગોધરા રોડ, હજારીયા ફળિયામાં હરી કૃષ્ણરાય સોસાયટીમાં રહેતા 63 વર્ષીય નિવૃત એવા સુરેશભાઈ પ્યારેલાલ બિલરવાન દાહોદના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના પરેલ ફ્રિલેન્ડગંજ શાખામાં સંયુક્ત સેવીંગ ખાતુ ધરાવે છે. કોઈ અજાણ્યા ઈસમે તેમના મોબાઈલ પર ફોન કરી, આગોતરૂ કાવતરૂં રચી અને લોભામણી જાહેરાત ઓપી ઓટીપી નંબરો મેળવી લીધાં હતા.

સુરેશભાઈ પ્યારેલાલ બિલરવાનના ખાતામાંથી કુલ રૂા.ત્રણ લાખ 82 હજાર 383 તેમની જાણ બહાર તેમના બેંક એકાઉન્ટમાંથી ઉપાડી લઈ છેતરપીંડી કરતાં આ સંબંધે સુરેશભાઈ પ્યારેલાલ બિલરવાને દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: