એલર્ટ: દાહોદ જિલ્લામાં કોરોનાના કેસ વધતાં ફરીથી કોવિડ કેર સેન્ટર સોમવારથી શરુ કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • સોમવારથી પ્રથમ કોવિડ કેર સેન્ટરનો પોલીટેકનીક હોસ્ટેલમાં આરંભ થશે જિલ્લામાં ચુંટણીને કારણે જ ફરીથી કોરોનાના કેસ વધી રહ્યા હોવાનો તંત્રનો જ મત છે

દાહોદ જિલ્લામાં ફરીથી કોરોનાના દર્દી વધી રહ્યા છે. જેથી હવે તંત્ર પણ એલર્ટ થઇ રહ્યુ છે.જેથી કોરોના ઘટવાને કારણે જે કોવિડ કેર સેન્ટર બંધ કરી દેવામાં અવ્યા હતા તેને ફરીથી શરુ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.તેના ભાગ રુપે સરકારી પોલીટેકનીક હોસ્ટેલમાં સોમવારથી કોવિડ કેર સેન્ટર આરંભ કરવામાં આવશે તેવી સત્તાવાર માહિતી પ્રાપ્ત થઇ છે.કારણ કે જિલ્લામાં કોરોનાના દર્દી ફરી વધી રહ્યા છે.

દાહોદ જિલ્લામા હલ સુધીમા કોરોનાના 2876 દર્દી નોધાઇ ચુક્યા છે તેમાંથી સરકારી આંકડા પ્રમાણે 2736 દર્દી સ્વસ્થ થઇ ચુક્યા છે.હાલ સુધીમાં કુલ 100 મૃત્યુ કોરોના અને કોરોના સહિતની બીમારીઓને કારણે થઇ ચુકયા છે. ત્યારે હવે ફરીતી કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે.જેથી તંત્ર ફરીથી સાવધાન થઇ રહ્યુ છે.કારણ કે જિલ્લામાં છેલ્લા એક દોઢ માસથી રોજના એકાદ બે કેસ આવતા હતા તે હવે વધી રહ્યા છે.

દાહોદમાં હાલમાં કોરોનાનું રસીકરણ ચાલી જ રહ્યુ છે ત્યારે કોવિડ હોસ્પીટલ જે ઝાયડસમાં બનાવાયુ હતુ તેમાં હાલ જૂજ દર્દીઓ જ સારવાર હેઠળ છે. બીજી તરફ કોરોના પોઝીટીવ દર્દીઓ કે જેમને સારવારની જરુર ન હોય તેવા દર્દીઓને રાખવા માટે જે તે સમયે કોવિડ કેર સેન્ટર શરુ કરવામાં આવ્યા હતા.જે કોરોનાનો આલેખ ઘટતાં બંધ કરી દેવામાં આવ્યા હતા.

હવે ફરીથી જિલ્લામાં કોરોનોના દર્દી માત્રને માત્ર ચુંટણીને કારણે વધી રહ્યા હોવાનું તારણ નીકળી રહયુ છે ત્યારે વહીવટી અને આરોગ્ય તંત્ર ફરીથી સક્રિય થઇ ગયુ છે.તેના ભાગ રુપે હવે ફરીથી કોવિડ કેર સેન્ટર શરુ કરવાની તજવીજ શરુ કરવામાં આવી છે. જેથી સરકારી પોલીટેકનીક કોલેજની હોસ્ટોલમાં 120 પથારીનુ કોવિડ કેર સેન્ટર સોમવાર તારીખ 15 માર્ચથી સરુ કરવામાં આવશે.

જિલ્લામાં સીંગવડ,દાહોદ નગર પાલિકા અને દેવગઢ બારીયા પાલિકા વિસ્તારને સંવેદનસીલ જાહેર કરાયા છે.તે પ્રામણે જે તે વિસ્તારમાં સર્વેલન્સ કરવાનુ તેમજ ધનવન્તરી રથ શરુ કરવાની સુચના આપવામાં આવી છે.ટુંકમાં જિલ્લામાં ફરીતી કોરોના માથું રહ્યો છે તે સ્પષ્ટ થઇ રહ્યુ છે. હવે ફરીથી ગયા માર્ચ જેવી પરિસ્થિતિ ન આવે તેવી પ્રયત્નો વહીવટી તંત્ર કરવા માંગે છે પરંતુ હવે ચુંટણીના કારણે કેઇ પણ પરિસ્થિતિનું સર્જન થઇ શકે છે તેમ લાગી રહ્યુ છે.

પખવાડિયામાં વધેલા કેસ

દાહોદ તાલુકો 7
દાહોદ શહેર 12
બારીયા તાલુકા 1
બારીયા શહેર 5
ફતેપુરા 1
ગરબાડા 2
લીમખેડા 3
સંજેલી 1
સીંગવડ 6
ઝાલોદ 7
ઝાલેદ પાલિકા 3
કુલ 48

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: