એક સાંધે ત્યાં તેર તૂટે: દાહોદ જિલ્લામાં રેમડેસિવિર ઇન્જેક્શન પછી હવે રેપીડ ટેસ્ટ કિટ ખુટી પડી, આરોગ્ય તંત્ર પણ મુશ્કેલીમાં મુકાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • જેટલી કિટ બચી છે તેનાથી કામ ચલાવવા સ્થાનિક તંત્ર પણ મજબુર

દાહોદ જિલ્લામાં કોરોના હવે હદ વટાવી ગયો છે. તેવા સમયે રોજે રોજ નવી સમસ્યાઓ સર્જાઇ રહી છે. કારણ કે હવે જિલ્લામાં રેપીડ ટેસ્ટની કિટ ખુટી પડી હોવાની માહિતી મળી છે. આમ હવે ઇન્જેકશન પછી રેપીડ કિટની અછતને કારણે દર્દીની સાથે આરોગ્ય તંત્ર પણ મુશ્કેલીમાં મુકાઇ રહ્યું છે.

રાજ્ય સરકારમાંથી જ સપ્લાય કરવામાં આવતી ન હેવાથી હવે ટેસ્ટ કેવી રીતે કરવા
દાહોદ જિલ્લામાં કોરોનાના દર્દીઓ હવે અકલ્પનિય રીતે વધી રહ્યા છે. જેથી આવનાર સમયની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર વ્યવસ્થા ઉભી કરવામાં જોતરાયેલુ છે. તેના ભાગ રુપે કેર સેન્ટરોથી માંડીને નવી હોસ્પિટલોને મંજૂરી આપવામાં આવી રહી છે. બીજી તરફ તંત્ર માટે પણ રોજ એક સાધે ત્યાં તેર તૂટે જેવો ઘાટ સર્જાઇ રહ્યો છે. કારણ કે સામગ્રી જ ખુટી પડે છે ત્યારે તંત્ર પણ નિઃસહાય થઇ જાય છે.

જિલ્લામાં રેપીડ ટેસ્ટ કિટ ખુટી પડી હોવાની માહિતી મળી

આવી જ સ્થિતિ રેમડેસિવિર ઇન્જેકશન મામલે છે. કારણ કે તંત્ર પાસે જ ઉપલબ્ધ ન હોય તો તે ખાનગી હોસ્પિટલ પાસે કેવી રીતે પહોંચશે તે પણ એક સવાલ છે. કારણ કે કુવામાં હશે તો હવાડામાં આવે તેમ હોય છે. ત્યારે હવે જિલ્લામાં રેપીડ ટેસ્ટ કિટ ખુટી પડી હોવાની માહિતી મળી છે. કારણ કે રાજ્ય સરકારમાંથી જ સપ્લાય કરવામાં આવતી ન હેવાથી હવે ટેસ્ટ કેવી રીતે કરવા તે એક પ્રશ્ન સ્થાનિક તંત્ર માટે થઇ પડ્યો છે.

આરોગ્ય વિભાગમાં તપાસ કરતા કિટ થોડા સમયમાં આવી જશે તેમ કહેવામાં આવ્યુ

એક તરફ રેપીડ ટેસ્ટ માટેની કિટ ખુટી પડી છે. ત્યારે બીજી તરફ ટેસ્ટ કરાવવા માટે કતારો જામી રહી છે. ત્યારે હાલ જેટલી કિટ છે તેનાથી કામ ચલાવાઇ રહ્યુ હોવાની જાણકારી પણ પ્રાપ્ત થઇ છે. પરંતુ જો હવે કિટ સમયસર નહી મળે તો વિકટ પરિસ્થિત સર્જાઇ શકે છે. કેટલાક સામુહિક આરોગ્ય કેન્દ્રો પર પણ સંપર્ક કરતા જાણવા મળ્યુ હતુ કે જે પાંચ પચ્ચીસ કિટ હોય તેનાથી કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આરોગ્ય વિભાગમાં તપાસ કરતા કિટ થોડા સમયમાં આવી જશે તેમ કહેવામાં આવ્યુ છે.

રેમડેસિવિરની સારવાર પણ આરટીપીસીઆરના રિપોર્ટ વિના મળી શકે તેમ નથી

ત્યારે જનતા માટે સૌથી મોટી સમસ્યાએ છે કે આરટીપીસીઆરના રિપોર્ટ પણ જલ્દી મળતાં નથી. ગ્રામ્ય કક્ષાએથી મોકલવામાં આવેલા સેમ્પલને સવેળા ન્યાય મળતો ન હોવાનું પણ જાણવા મળ્યુ છે. ખાનગી લેબોરેટરી દ્વારા પણ 48થી 72 કલાકમાં રિપોર્ટ મળે છે. ત્યારે આ સમય દરમિયાન પોઝિટિવ દર્દી બિન્દાસ્ત હરે ફરે તો સંક્રમણ ફેલાઇ શકે છે. તેવી જ રીતે તેના શરીરમાં સંક્રમણ વધી જાય તો તેને રેમડેસિવિર જેવી સારવાર પણ આરટીપીસીઆરના રિપોર્ટ વિના મળી શકે તેમ નથી. ત્યારે તેના માટે આ સ્થિતિમાં અક તરફ કુવો તો એક તરફ ખાઇ જેવી સ્થિતિ છે. આમ સરવાળે જિલ્લો કપરા કાળમાંથી પસાર થઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: