એક જ પરિવારની 3 પેઢી કોરોનાગ્રસ્ત, દાહોદ ઝાયડસ કોરોના હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ
- શુક્રવારે પરોઢિયે વચલી પેઢીના કોરોનાગ્રસ્ત પ્રૌઢનું અવસાન
દિવ્ય ભાસ્કર
Jul 25, 2020, 04:00 AM IST
દાહોદ. ઝાયડસ ખાતે ચાલતા કોવિડ વોર્ડમાં દાહોદના એક જ પરિવારની ત્રણ પેઢીઓ સારવાર હેઠળ આવ્યા બાદ વચ્ચેની કડીનું શુક્રવારે સવારે અવસાન થયું હતું. દાહોદના 88 વર્ષીય કાંતિલાલ દરજી કોરોનાના દર્દીને હોય તેવી ફરિયાદોથી દાહોદની ઝાયડસમાં બતાવવા આવતા ટેસ્ટ કર્યા બાદ ગુરુવારથી અત્રે દાખલ કરવામાં આવ્યા છે.
આ પૈકી કાંતિભાઈનો રિપોર્ટ હજુ આવવાનો બાકી
તો આ પૂર્વે કાંતિભાઈના પ્રૌઢ વયના પુત્ર ચંદ્રકાંતભાઈ દરજી ચાર દિવસ અગાઉ તા.20ના રોજ કોરાના પોઝિટિવ દર્દી તરીકે જાહેર થયા પૂર્વે તા.17 જુલાઈથી તકલીફોને લઈને હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ કરેલા અને ગુરુવારે સાંજે જાહેર થયેલ નવા પોઝિટિવ દર્દીઓમાં ચંદ્રકાંતભાઈના પત્ની ભાવનાબેનની સાથે પુત્ર દિવ્યાંગ અને પુત્રવધુ ભાવિનીબેનનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા તેઓ પણ દાખલ થયા હતા. આમ ગુરુવારે સાંજે આ હોસ્પિટલ પરિસરમાં દાહોદના દરજી જ્ઞાતિના આ પરિવારના મોભી કાંતિભાઈ, ચંદ્રકાંતભાઈ અને દિવ્યાંગ નામે ત્રણ – ત્રણ પેઢી દાખલ હતી. અલબત્ત આ પૈકી કાંતિભાઈનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે.
પુત્રને વધુ આઘાત ન પહોંચે તેવા આશયે વડોદરાની પ્રાઇવેટ હોસ્પિટલમાં શિફ્ટ કર્યા
તે દરમ્યાન ગુરુવારે બપોરથી તબિયત લથડતા વેન્ટિલેટર પર રાખેલ વચલી પેઢીના ચંદ્રકાંતભાઈનું 69 વર્ષની ઉંમરે કોવિડ વોર્ડમાં જ અવસાન થયું હતું. અંતિમવિધિ તેમના જ્યેષ્ઠ પુત્ર બ્રિજેશ દરજીએ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ચંદ્રકાંતભાઈનું અવસાન થયા બાદ તેમના કોરોનાગ્રસ્ત પત્ની તથા પુત્રને વધુ આઘાત ન પહોંચે તેવા આશયે વડોદરાની પ્રાઇવેટ હોસ્પિટલમાં શિફ્ટ કર્યા છે.
Related News
સાચી સેવા: કોરોનાગ્રસ્ત તબીબનો સેવાયજ્ઞ, સંક્રમિત હોવા છતાં કોરોના વાર્ડમાં દર્દીઓની સારવારમાં જોડાયા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
સમીક્ષા: દાહોદ જિલ્લાની સ્થિતિ અતિગંભીર થતાં મુખ્યમંત્રી 20 એપ્રિલે દાહોદની મુલાકાતે
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
Comments are Closed