ઉત્સાહ: ​​​​​​​દાહોદ તાલુકા અને જિલ્લા પંચાયતમાં ચાર મહિલાઓની વિના મેન્ડેટે ઉમેદવારી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દાહોદ તાલુકા પંચાયતમાં બે બેઠકો માટે કોંગ્રેસમાંથી ત્રણ ફોર્મ ભરાયા લીમડી જિ.પંની સામાન્ય સ્ત્રી બેઠક પર માજી સભ્યના પત્નીએ ફોર્મ ભર્યુ દાહોદ પાલિકાના વોર્ડ નં 3માં અપક્ષ ઉમેદવારી સાથે ખાતુ ખુલ્યુ

દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાનો પ્રારંભ થઇ ચુક્યો છે.બીજા દિવસે જિલ્લા પંચાયતમાં ફોર્મ ભરવાનુ ખાતુ ખુલ્યુ હતુ જ્યારે દાહોદ તાલુકા પંચાયતમાં વધુ ત્રણ ઉણેદવારી પત્રો ભરાયા હતા. આ ચારેય ફોર્મ મહિલાઓએ જ ભર્યા છે.જ્યારે દાહોદ નગર પાલિકામાં પણ એક પુરુષ ઉમેદવારે અપક્ષ ઉમેદવારી સાથે અહીં પણ ખાતુ ખુલ્યુ છે.

દાહોદ જિલ્લામાં જિલ્લા પંચાયત,9 તાલુકા પંચાયતો અને દાહોદ નગર પાલિકાની ચુંટણી માટેના ઉમેદવારો નક્કી કરવામાં રાજકીય પક્ષો મથામણ કરી રહ્યા છે.જેથી હજી કોઇને પણ મેન્ડેટ આપવામાં આવ્યા નથી. તેમ છતાં દાહોદ જિલ્લામાં પ્રથમ દિવસથી જ ઉમેદવારીનો આરંભ થઇ ચુક્યો છે.જેમાં દાહોદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખના ધર્મ પત્નીએ વિના મેન્ડેટે ઉમેદવારી નોંધાવી હતી.

બીજા દિવસે પણ કોંગ્રેસના સભ્યો દ્વારા પોતાના પરિવારજનોની જ ઉમેદવારી નોંધાવવામાં આવી હતી.જેમાં કોટડા ખુર્દ બેઠક પર સોનલબેન પારસિંગભાઇ બીલવાળે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી.તેવી જ રીતે ગલાલીયાવાડ બેઠક પર પણ સવિતાબેન દિનેશભાઇ ભુરિયા તેમજ કાજલ પ્રિતેષભાઇ ભુરિયાએ ઉમેદવારી નોંધાવી હતી.તેવી રીતે જિલ્લા પંચાયતના માજી સભ્ય લલિતભાઇ ભુરિયાના ધર્મપત્ની સુમિત્રાબેન લલિતભાઇ ભુરિયાએલીમડી જિલ્લા પંચાયતની બેઠક પરથી ઉમેદવારી નોંધાવતા જિલ્લા પંચાયતમાં ઉમેદવારીનુ ખાતુ ખુલ્યુ હતુ.આ બેઠક સામાન્ય સ્ત્રી માટે અનામત છે.

અત્રે ઉલ્લેખનિય છે કે આ તમા ઉમેદવારોએ મેન્ડેટ વિના જ ઉમેદવારી નોંધાવી છે.જેથી તેમની ઉમેદવારી જે તે પક્ષમાંથી કાયમ રહેશે કે કેમ તે હાલ કહેવુ અશક્ય છે. ત્યારે દાહોદ નગર પાલિકામાં પણ અપક્ષ ઉમેદવારે ફોર્મ ભરતાની સાથે જ અહીં પણ ઉમેદવારીનો શુભારંભ થઇ ચુક્યો છે. દાહોદ પાલિકામાં વોર્ડ નંબર 3માં આદિજાતિ માટેે અનામત બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે લાલાભાઇ દલાભાઇ આહારીએ ઉમેદવારી નોંધાવી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: