ઉજવણી: દાહોદમાં શ્રી ગુસાંઈજી પ્રાગટ્યોત્સવની ઉજવણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ43 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • દર્શનમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરાયું

લાંબા સમય બાદ માત્ર બે દિવસ પૂર્વે જ દર્શનાર્થીઓ કાજે ખુલેલ શ્રી ગોવર્ધનનાથજીની હવેલી ખાતે શ્રી ગુસાંઈજી પ્રાગટ્યોત્સવ અનન્ય શ્રદ્ધા સાથે સાદગીપૂર્ણ રીતે ઉજવાયો હતો. કોરોનાકાળમાં સરકારી ગાઈડલાઈન સાથે વિવિધ ધાર્મિક સ્થળો ખોલી દેવાના નિર્ણય બાદ પણ મોડે સુધી નહીં ખુલેલ દેસાઈવાડ સ્થિત શ્રી ગોવર્ધનનાથજીની હવેલી ખાતે શ્રી વિઠ્ઠલનાથજી (ગુસાંઈજી) પ્રાગટ્યોત્સવ નિમિત્તે સવારે કેસરસ્નાનના દર્શન બાદ બપોરના સમયે રાજભોગમાં નંદ મહોત્સવના દર્શન થતાં ગણતરીના વૈષ્ણવોએ હર્ષોલ્લાસ ‌સાથે ભાવવિભોર બન્યા હતા. જો કે કોરોના વાઇરસની ગાઈડલાઈન અનુસાર સહુએ સોશિયલ ડિસ્ટંન્સ જાળવીને માસ્ક પહેરીને આ પવિત્ર ઉત્સવના દર્શનનો લાભ લીધો હતો.






Related News

Comments are Closed

%d bloggers like this: