ઉકરડીમાં ઘાસ કાપવા મુદ્દે સાસુ-પૂત્રવધુને માર મારતા એક સામે ફરિયાદ નોધાઇ

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • A Complaint Was Lodged Against One Of Them For Beating His Mother in law And Daughter in law Over Cutting Grass In A Dump

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

ઉકરડીના જેનાબેન કમલેશભાઇ બીલવાળ તેમની સાસુ રૂમાલીબેન સાથે ભાગની જમીનમાં ઘાસ કાપતા હતા. ત્યારે તેમના ગામના કશુ મલસિંગ બીલવાળ બળદને ઘાસ ચરાવતો હતો અને તેમની પાસે આવી ગાળો બોલી કહેવા લાગેલ કે આ જમીન મારી છે.

તેમાં તમે ઘાસ કેમ કાપો છો તેમ કહી ઉશ્કેરાઇ જઇ રૂમાલીબેનને દાતરડુ મારી બન્ને હાથોની હથેળીમાં તેમજ બરડાના ભાગે લાકડીઓ મારી ઇજા પહોંચાડી હતી. રૂમાલીબેને બુમાબુમ કરતાં તેમની વહુ જેનાબેન છોડાવવા વચ્ચે પડતાં તેને પણ ગડદાપાટુનો ગેબી માર માર્યો હતો. આ સમયે બુમાબુમ થતાં કશુ બીલવાળ ત્યાંથી ભાગી ગયો હતો. દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

0


Related News

Comments are Closed

%d bloggers like this: