ઈમ્પેક્ટ: દાહોદના માણેક ચોકમાં ઝુકી ગયેલા મોબાઇલ ટાવરનું સમારકામ કરાયુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • સમાચાર પ્રસિધ્ધ થતાં તંત્ર દોડતુ થયુ હતુ
  • શહેરીજનોના માથેથી મોટું જોખમ ટળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો

દાહોદના મધ્યમાં ચોવીસ કલાક વાહન ચાલકો અને મુસાફરથી ધમધમતા એવા માણેક ચોક વિસ્તારમાં નમી ગયેલો મોબાઈલ ટાવર કોઈ મોટી દુર્ઘટના સર્જે તેવી પરિસ્થિતીમાં હતો. આ બાબતે સમાચાર પ્રસિધ્ધ થયા હતાં. ત્યારબાદ તંત્રની આંખ ઉઘડતાં દોડી ગયેલા પાલિકાના કર્મચારીઓ દ્વારા આ ઝુકી ગયેલ મોબાઈલ ટાવરને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા ઉતારી લેવાની કામગીરી હાથ ધરતાં સ્થાનિકો સહિત અહીંથી રોજેરોજ પસાર થતાં લોકોએ રાહતનો દમ લીધો છે.

જાહેર માર્ગ પર મોટી દુર્ઘટના સર્જાય તેવી પરિસ્થિતી હતી

શહેરના માણેક ચોકમાં એક મોબાઈલ ટાવર સંપૂર્ણ ઝુકી ગયેલો હતો. માત્ર આ ટાવર બાજુમાં જ લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાના થાંભલા સાથે અડેલો હતો. અને તેના ટેકે અત્યાર સુધી હતો. જો આ સીસીટીવી કેમેરાના થાંભલા પણ આના ભારથી જમીન દોસ્ત થઈ જતો તો આ ટાવર અને થાંભલો પડતાંની સાથે કોઈ મોટી દુર્ઘટના આ જાહેર માર્ગ ઉપર સર્જાય તેવી પરિસ્થિતી હતી.

એક મોટુ જોખમ શહેરીજનોના માથેથી ટળી ગયુ

આ મામલે દિવ્ય ભાસ્કર ડીજીટલમાં અહેવાલ પ્રસિધ્ધ પણ થયાં હતાં અને તંત્રને સમાચાર માધ્યમથી આ ગંભીર પરિસ્થિતી વિશે ભાન થયુ હતું. ત્યારે પાલિકાની ચૂંટણી અને પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી સંમ્પન્ન થયા બાદ આજે આ ઝુકી ગયેલ ટાવરને તાત્કાલિક કર્મચારીઓને મોકલી આ ટાવરને નીચે ઉતારવાની કામગીરી આરંભ કરવામાં આવી છે. જેથી એક મોટુ જોખમ શહેરીજનોના માથેથી ટળી ગયુ છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: