ઇન્જેક્શન માટે વલખાં: ​​​​​​​દાહોદમાં કોરોનાની સંજીવની સમાન રેમડેસીવીર ઇન્જેક્શનની તીવ્ર અછત, કોરોના દર્દીઓની ચિંતામાં વધારો થયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ5 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ખાનગી કોવિડ હોસ્પિટલો હાઉસફુલ પણ રેમડેસીવીર ઇન્જેક્શન માટે વલખાં દવાના વેપારીઓ, તબીબો પણ મુશ્કેલીમાં મુકાતા ગાંધીનગર સુધી રજૂઆતો થઇ

દાહોદમાં તમામ ખાનગી કોવિડ હોસ્પિટલ હાઉસ ફુલ થઇ ગઇ છે. બીજી તરફ રોજે રોજ કોરોનાના દર્દી વધી રહ્યાં છે. તેવા સમયે જ કોરોનામાં સંજીવની સમાન રેમડેસીવીર ઇન્જેક્શનની તીવ્ર અછતથી દર્દીઓ, તેમના સંબંધીઓ અને તબીબો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. આવનાર દિવસોમાં બહારથી કાળાબજારમાં આવા ઇન્જેક્શનની ખરીદી કરવી પડે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.

દાહોદ જિલ્લામાં કોરોના આંક સરકારી ચોપડે 3341 નોંધાયેલો છે. તેમજ એક્ટિવ કેસ 222 છે. બીજી તરફ જિલ્લા મથક દાહોદની સરકારી માન્યતા પ્રાપ્ત ખાનગી કોવિડ હોસ્પિટલો હાઉસફુલ થઇ ચુકી છે. ખમતીધર પરિવારો જ કોવિડની સારવાર ખાનગી દવાખાનાઓમાં કરાવી રહ્યા છે. કારણ કે સરકારે નક્કી કરેલી કિંમતો પણ સામાન્ય પરિવારને પરવડે તેમ નથી. આમ સારી અને નિયમિત સારવાર મળે તેવા હેતુથી જ ખાનગી દવાખાનાની પસંદગી કરવામાં આવે છે.

બીજી તરફ દાહોદમાં આવા ખાનગી દવાખાનામાં સારવાર લઇ રહેલા દર્દીઓ માટે સ્થિતિ કફોડી થઇ ચુકી છે. કારણ કે બધુ હોવા છતાં દાહોદમાં કોરોનાની સારવારમાં અત્યંત જરૂરી એવા રેમડેસીવીર ઇન્જેક્શન મળતાં જ નથી. શહેરના મેડીકલ સ્ટોર્સ પર આ ઇન્જેકશનની તીવ્ર અછત વર્તાઇ રહી છે. દવાના વેપારીઓ પણ આ ઇન્જેક્શન મેળવવા રીતસરના ફાંફા મારી રહ્યા છે. જેથી આર્થિક સક્ષમ હોવા છતાં સારવાર માટે વલખાં મારવાનો સમય આવી ગયો છે. જે દર્દીને એક રેમડેસીવીર ઇન્જેક્શન આપવામાં આવે પછી તેને 6 ઇન્જેકશનનો ડોઝ પુરો કરવો પડતો હોવાનું તજજ્ઞો જણાવી રહ્યા છે. ત્યારે જે તબીબ પાસે ઇન્જેકશનનો પુરતો જથ્થો ન હોય તો પણ તે દર્દીને આપી શક્તા નથી. કારણ કે આજે ઇન્જેકશન આપે તો પણ કાલનું વિચારીને જ ડોઝ શરુ કરવો પડે તેમ છે. ત્યારે આ ઇન્જેકશન સરળતાથી મળે તેવી વ્યવસ્થા કરવી આવશ્યક થઇ પડી છે.

રેમડેસીવીર ઇન્જેક્શનની દવા બનાવતી વિવિધ કંપનીઓ ઉત્પાદન કરે છે. ત્યારે જુદી જુદી કંપનીના દ્વારા ઉત્પાદિત કરાતાં આ ઇન્જેકશનની કિંમતે પણ જુદી જુદી હોવાનું જાણવા મળ્યુ છે. એક કંપનીનુ આ ઇન્જેક્શન માત્ર 899 રૂમાં મળે છે. જ્યારે બીજી કંપનીનું આ જ ઇન્જેકશન 4000 રૂમાં વેચાય છે. ત્યારે દાહોદમાં તો હાલ આ બન્નેમાંથી એક પણ ઉપલબ્ધ નથી. ફાર્માસીસ્ટ એસોસીએનના પ્રમુખે જણાવ્યુ હતુ કે ડ્રગ ઇન્સ્પેક્ટરથી માંડી ગાંધીનગર સુધી રજૂઆતો કરી દીધી છે. દિલ્હીના વિક્રેતા સુધી સંપર્ક કરી દેવાયા છે. પરંતુ હાલ રેમડેસીવીર ઇન્જેક્શન મળતાં જ નથી. આમારી પાસે આવતાં જ નથી તો અને કોને આપીએ. જથ્થો આવે તો પણ મર્યાદિત આવે છે ત્યારે તે ડોઝ પ્રમાણે પુરો પડે તેમ નથી હોતો.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: