ઇંટોના ભઠ્ઠા ઉપર કામ કરવાની ના પાડી 1ને મારતાં 12 સામે ફરિયાદ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • માલિકના ખેતરમાં મકાઇ ભાંગી નાખી નુકસાન કર્યુ

દાહોદ તાલુકાના રળીયાતી સાંગા ફળીયામાં રહેતા થાવરીયા મગન, સમસુ મગન, ભીમા હુમલા, પરસુ હુમલા, વિનોદ ખીમા, રાજેશ ભીમા, ચિમન થાવરીયા, કાજુ જવસિંગ, રાહુલ રમુ, રમુ મગન, નરેન્દ્ર રમુ, ખીમા હુમલા તમામ જાતે માવી હાથમાં લાકડી, ધારીયા જેવા મારક હથિયારો લઇ ઇમરાનભાઇ ઘાંચીના ઇંટોના ભઠ્ઠા ઉપર જઇ ત્યાં ચોકીદારી તથા મજુરી કામ કરતાં રાકેશ રત્ના સંગાડીયાને તને ઇંટોના ભઠ્ઠે કામ કરવાની ના પાડી તેમ છતાં કામ કરવા આવ્યો છે. કહી ગાળો બોલી લાકડીઓના ફટકા મારી રાકેશને બરડાના ભાગે તથા કમરના ભાગે ઇજા કરી તેમજ ગડદાપાટુનો માર માર્યો હતો. આ દરમિયાન રાકેશના કાકાનો છોકરો કાળુભાઇ સંગાડીયા તથા બીજા માણસો દોડી આવતી વધુ મારથી છોડાવ્યો હતો. ત્યાર બાદ તમામ હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપતાં ઇમરનાભાઇના ખેતરમાં મકાઇના પાકને નુકસાન પહોંચાડી ભાગી ગયા હતા. આ સંદર્ભે 12 જેટલા હુમલાખોરો વિરૂદ્ધ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

0


Related News

Comments are Closed

%d bloggers like this: