આ રીતે ભણશે ગુજરાત? રાજ્યના આ ગામમાં છાણાના ઢગલાઓની વચ્ચે કાચા ઝૂંપડામાં ભણે છે બાળકો

દોઢ વર્ષ પહેલા જર્જરિત ઇમારતને તોડી નાંખ્યા બાદ હજુ સુધી નથી બની નવી શાળા

 • children from this village getting education in hut

  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  દાહોદઃ દેશભરમાં એક તરફ જ્યાં શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યને શિક્ષિત કરવા માટે સર્વશિક્ષા અભિયાન, ગુણોત્સવ સહિતના કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યાં છે અને એ અંગેની માહિતી રાજ્યના છેવાડાના ગામ સુધી પહોંચે એ માટે જાહેરાતો પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. પરંતુ હજી પણ રાજ્યના અનેક અંતરિયાળ ગામડાંઓ એવા છે જ્યાં શાળાની સુવિધા નથી અથવા તો જ્યાં છે ત્યાં શાળા જર્જરિત થઇ ગયા બાદ તેના રિનોવેશનની દરકાર લેવામાં આવતી નથી. આવું જ એક ગામ દોહાદ જિલ્લામાં છે, દાહોદના ઉકરડીના મેંદ્રા ફરિયામાં શાળા જર્જરિત અવસ્થામાં હોવાના કારણે વિદ્યાર્થીઓને ઝૂંપડામાં બેસીને ભણવાનો વારો આવ્યો છે.

  છેલ્લા દોઢ વર્ષથી ઝૂંપડામાં ભણી રહ્યા છે બાળકો
  ઉકરડી ગામના મેંદ્રા ફળિયામાં આવેલી આ પ્રાથમિક શાળાની ઇમારત દોઢેક વર્ષ પહેલા જર્જરિત થઇ ગઇ હતી. જે-તે સમયે આ વાતને ધ્યાને લઇને તેને પાડી દેવામાં આવી હતી અને તેના સ્થાને નવી ઇમારત બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ થોડાક સમયમાં આ કામગીરી પણ બંધ કરી દેવામાં આવી હતી. જેના કારણે બાળકોને કાચા ઝૂંપડામાં શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ શાળામાં હાલ 125 જેટલા બાળકો ભણી રહ્યાં છે અને પાંચ જેટલા શિક્ષકો ફરજ બજાવી રહ્યાં છે.

  પીવાના પાણી અને બાથરૂમ સહિતની પણ નથી સુવિધા
  આ અંગે સ્થાનિકોનું કહેવું છે કે જે જગ્યાએ ઝૂંપડામાં શાળા ચલાવવામાં આવી રહી છે, તની આસપાસ ગંદકીના ઢગલાઓ છે, જેના કારણે મચ્છરો અને જીવાતો થાય છે. તેમજ આસપાસ છાણાઓના ઢગલાઓ હોવાના કારણે અનેકવાર ઝેરી સાંપ પણ જોવા મળે છે. જેના કારણે બાળકોનો જીવ જોખમમા મુકાઇ શકે છે. વિદ્યાર્થીનીઓ માટે બાથરૂમની સુવિધા ન હોવાથી કાપડ અને પ્લાસ્ટિક બાંધવામાં આવ્યા છે. પીવા માટે પાણીની ટાંકી નથી. પંખાની કોઇ સુવિધા નથી. કિચન શેડ અને સુવિધા વગર બાળકો માટે મધ્યાહ્ન ભોજન બનાવવું પડે છે. આ અંગે અનેકવાર ફરિયાદો કરવામાં આવી હોવા છતાં પણ હજુ સુધી કોઇ પગલા ભરવામાં ન આવ્યા હોવાથી ગ્રામજનો રોષે ભરાયા છે.

 • children from this village getting education in hut

  +1બીજી સ્લાઈડ્સ જુઓ

 • children from this village getting education in hut

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: