આવતીકાલથી દાહોદવાસી�ઓ ગરબાના તાલે રંગાવવા તૈયાર

મોંઘવારી અને મંદીથી આયોજકો અને ખેલૈયાઓમાં નિરસતા બંને વૈષ્ણવ હવેલીઓમાં સાંજના સમયે ભક્તિ ગરબા યોજાશે …

 • Dahod - આવતીકાલથી દાહોદવાસી�ઓ ગરબાના તાલે રંગાવવા તૈયાર

  હિંદુ પર્વોમાં સૌથી લાંબી ઇનિંગ ધરાવતા નવરાત્રિ મહોત્સવનો બુધવારથી શુભારંભ થશે. આ માટેની મેદાન સમથળ કરવાથી લઇ જે તે વિસ્તારમાં ગાયક વૃંદ, ડેકોરેશન, સાઉન્ડ સિસ્ટમ સહિતની તમામ તૈયારીઓ સંપન્ન થઇ ચુકી છે.

  ભગવાન શ્રીકૃષ્ણ, ગોપીઓ સંગ રાસલીલા રમતા તે પરંપરા મુજબ દેસાઈવાડ અને ગુજરાતીવાડની વૈષ્ણવ હવેલીઓમાં આજથી સાંજના સમયે દર્શન બાદ મોટી સંખ્યામાં એકઠા થતા ભક્તો દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ગરબાનું આયોજન થયું છે. ઠેકઠેકાણે જે તે દિવસે દાતાઓ દ્વારા ગરબે ઘૂમતા લોકોને લ્હાણી વગેરેનું પણ આયોજન થયું છે.

  સરકાર દ્વારા નવરાત્રિ દરમ્યાન સમયની પાબંધી કેટલાક વર્ષોથી આદરવામાં આવતા રાતના એક વાગ્યે ગરબા બંધ થઇ જાય છે એટલે હવે બહુધા વિસ્તારોમાં રાતના વહેલા ગરબા જામતા થઇ ગયા છે. પોલીસ તંત્ર અને નગરપાલિકા તંત્ર દ્વારા આ મહાપર્વે જરૂરી વ્યવસ્થાઓ પૂર્ણ કરી છે.

  વળી, રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે નવરાત્રિ નિમિત્તે ખાસ વેકેશન પણ જાહેર કરવામાં આવી હોઈ વિદ્યાર્થીઓ પણ મોડે સુધી નવરાત્રિનો નિજાનંદ માણવા માટે ઉત્સાહથી થનગની રહ્યાં છે.

  દાહોદવાસીઓએ નવરાત્રિ માટે ચણિયા ચોળી, કેડિયું, ઝભ્ભા કે ટોપી, પાઘડી વગેરેની ખરીદી કરી દીધી છે. અથવા જે તે ગ્રુપ્સ દ્વારા એકસરખા ડ્રેસ ભાડે લાવવાનું નક્કી થઇ ચુક્યું હોવાનું જાણવા મળ્યું છે.

  દાહોદમાં નવરાત્રીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે જેની થાપ માત્રથી પગ ડોલી ઉઠે છે તેવા તબલાને પણ પોતાની લયમાં લાવવાની કામગીરીમાં વ્યસ્ત કારીગરો. તસવીર સંતોષ જૈન

  ઠેકઠેકાણે શેરી ગરબા યોજાય છે

  કમ્મરતોડ મોંઘવારી અને મંદીના આ સમયે છેલ્લા કેટલાક વર્ષોથી નવરાત્રિની ઝાકઝમાળ ઉપર ખાસ્સે અંશે અસર વર્તાઈ રહી છે. અનેક સ્થળે સાઉન્ડ સિસ્ટમ દ્વારા ગરબાની કોઈ તૈયાર સી.ડી. ઉપર ગરબા રમાતા થઇ ગયા છે તો અમુક વિસ્તારોમાં શેરી ગરબાનું પ્રાધાન્ય યથાવત્ રહ્યું છે. દોલતગંજ બજાર, હનુમાન બજાર અને પડાવ વિસ્તારોમાં રહેતા મોઢ સમાજના લોકો દ્વારા પરંપરાગત રીતે માતાજીની સ્થાપના અને ઘર આંગણે જ સ્વજનો દ્વારા આ દિવસોમાં રાતના સમયે ગરબા અને બાદમાં પ્રસાદીનું આયોજન થાય છે.

  આ વર્ષે ક્યાં ક્યાં આકર્ષણ

  દાહોદના ‘મા શક્તિ ગ્રુપ’ કેશવ માધવ રંગમંચ, દેસાઈવાડ, શાંતિકુંજ, ગોદી રોડ, ગોધરા રોડ, પંકજ સોસાયટી, સિંધી સોસાયટી, પોલીસ લાઈન, ગોવિંદ નગર, સહકારનગર, હનુમાન બજાર જેવા વિસ્તારમાં જે તે પાર્ટી- ગાયકવૃંદ કે સી.ડી. ઉપર ગરબાનું આયોજન થયું છે.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: