આવક: દાહોદ અનાજ માર્કેટમાં ડાંગર અને પીળી મકાઈની આવક શરૂ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

ઠંડીના ચમકારા સાથે દાહોદ એ.પી.એમ.સી.માં નવી સિઝનનો આરંભ થયો છે

  • શિયાળાને પ્રારંભે APMCમાં લાંબા સમયે ચહલપહલ નોંધાતાં વેપારીઓમાં ખુશી
  • ચાર દિવસમાં 5485 ક્વિન્ટલ ડાંગર અને 16599 ક્વિન્ટલ મકાઇની આવક

દાહોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે છેલ્લા સપ્તાહથી દાહોદ તાલુકા અને આસપાસના વિસ્તારોમાંથી ડાંગર અને પીળી મકાઈની આવક સારી નોંધાતા વેપારીઓમાં ખુશી જોવા મળી છે. દાહોદનું અનાજ માર્કેટ લાંબા સમય બાદ ધમધમતું થવા પામ્યું છે. અને માર્કેટમાં દાહોદ તાલુકા સહિત આસપાસના વિસ્તારોમાંથી ખેડૂતો ટ્રેક્ટર, છકડા કે રિક્ષા દ્વારા માલ લાવતા થયા છે. જેને લઈને માર્કેટમાં સવારથી ચહલપહલ જોવા મળે છે. છેલ્લા 4 દિવસમાં દાહોદના અનાજ માર્કેટમાં 5485 ક્વિ. ડાંગર અને મકાઈની 16599 ક્વિ. આવક નોંધાઈ છે. સાથે સાથે સોયાબીનની આવક પણ ધીમે ધીમે શરૂ થઇ છે.


Related News

Comments are Closed

%d bloggers like this: