આરોગ્યની તપાસ: દાહોદમાં લોકોનું હેલ્થ સ્ક્રિનિંગ કરવા માટે આરોગ્ય વિભાગની 2613 ટીમો કાર્યરત
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક
- નાગરિકોને કોરોનાથી બચાવવા માટે પ્રતિદિન ત્રણ લાખથી વધુ લોકોના આરોગ્યની કરાતી તપાસ
- કન્ટેઇન્મેન્ટ ઝોનમાં 511, પિન્ક સ્પોટમાં 220 તથા અંબર એરિયામાં 54 ટીમની કામગીરી
દાહોદમાં પ્રસરી રહેલા કોરોના વાયરસ સંક્રમણને કાબૂમાં લેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા બનાવવામાં આવેલી 2613 ટીમો દ્વારા પ્રતિદિન 3 લાખથી પણ વધુ લોકોનું હેલ્થ સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. સર્વે, ટેસ્ટ અને આઇસોલેટની રણનીતિ લઇ આરોગ્ય વિભાગે કોરોના વાયરસ સામે મોરચો માંડ્યો છે. તેમાં કેટલાક નવતર અભિગમ પણ અપનાવવામાં આવ્યા છે. સર્વેની સાથે જરૂર લાગે તેવા દર્દીઓને માટે એક દવાની કિટ્સ પણ આપવામાં આવી રહી છે.
સર્વે અંગેની માહિતી આપતા આરોગ્ય વિભાગના ડો. રાકેશ વહોનિયાએ જણાવ્યું કે, દાહોદમાં આરોગ્ય વિભાગ દ્વારા 2613 જેટલી જુદી જુદી ટીમો ફિલ્ડમાં કામગીરી કરી રહી છે. આ ટીમો દ્વારા પ્રતિદિન ત્રણ લાખથી પણ વધુ લોકોના આરોગ્યની તપાસણી થાય છે. દાહોદ જિલ્લામાં 1339 ટીમ ઘરે ઘરે જઇને આરોગ્ય તપાસણી કરી રહી છે. ગઇ કાલે 2.57 લાખ નાગરિકોની ઘરે જઇને તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત કન્ટેઇન્મેન્ટ ઝોનમાં 511, પિન્ક સ્પોટમાં 220 તથા અંબર એરિયામાં 54 ટીમ કામ કરી રહી છે.
શરદી, ઉઘરસ કે તાવના લક્ષણો ધરાવતા દર્દીઓની સ્થળ ઉપર જ તપાસ કરવામાં આવે છે. ગઇ કાલે શરદી કે ઉધરસ ધરાવતા 1700 જેટલા દર્દીઓ મળી આવ્યા હતા. હોમ આઇસોલેશનમાં રહેલા કે શરદી ઉધરસ ધરાવતા દર્દીઓને દવાની એક કિટ આપવામાં આવે છે. જેમાં એઝીથ્રોમાઇસીન, ઝીન્ક, વિટામીન – સી સહિતની ગોળીઓ હોય છે. તેના ઉપર આ દવાઓ કેવી રીતે લેવી? એની સૂચના અને કેવી તકેદારી રાખવી? એની માર્ગદર્શિકા લગાવેલી હોય છે. આવી કિટ્સ છેલ્લા બે દિવસથી આપવામાં આવી રહી છે.
અત્યાર સુધીમાં 817 કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે. દાહોદ જિલ્લામાં આવેલી આં.રા. બોર્ડર ઉપર 17 સ્થળોએ આરોગ્યની ટીમો દ્વારા પ્રતિદિન સરેરાશ બે હજાર જેટલા લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે.
માત્ર 1 સપ્તાહમાં સંક્રમણના 650 કેસ નોંધાયા
છેલ્લા અઠવાડિયાની માફક શનિવારે પણ દાહોદ જિલ્લામાં નવા કોરોનાગ્રસ્તોનો ચિંતાજનક 110 આંક નોંધાયો હતો. દાહોદ જિલ્લામાં શનિવારે Rtpcr ટેસ્ટના 751 સેમ્પલો પૈકી 79 અને રેપિડના 2529 સેમ્પલો પૈકી 31 સંક્રમિત હોવાનું નોંધાયું હતો. દાહોદ જિલ્લામાં નોંધાયેલ નવા કોરોનાગ્રસ્ત કેસ પૈકી દાહોદ શહેરના 38, દાહોદ ગ્રામ્યના 8, ઝાલોદ અર્બન 3, ઝાલોદ ગ્રામ્ય 7, દે.બારિયા અર્બન 1, દે.બારિયા ગ્રામ્ય 2, લીમખેડા 14, સીંગવડ 9, ગરબાડા 16, ધાનપુર 2, ફતેપુરા 5 અને સંજેલીના 5 નવા સંક્રમિતો નોંધાયા હતા.
આ સાથે જિલ્લામાં સાજા થયેલા 68 લોકોને ડિસ્ચાર્જ કરાયા બાદ હવે કોરાનાના એક્ટિવ કેસોની સંખ્યા 695 થઇ છે. તો જિલ્લામાં કોરોનાની સારવાર પામતા વધુ 4 દર્દીઓના મૃત્યુ નોંધાતા હવે કુલ 197 કોરોનાગ્રસ્તોના મૃત્યુ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે તા.18થી 24 એપ્રિલના માત્ર છેલ્લા એક જ સપ્તાહમાં દાહોદ જિલ્લામાં 650 કેસ નોંધાયા છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed