આરંભ: દેવગઢ બારીયાના વધુ 5 ગામોમાં પાકા રસ્તાનું ખાતમુહૂર્ત

દે.બારિયા2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • બૈણા, સીમળાઘસી, સેવનીયા, નાડાતોડ અને ફાંગીયામાં કામગીરીનો આરંભ
  • 9.78 કિ.મી.ના 6 રસ્તાઓ રૂપિયા 287.40 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે

રાજ્યમાં વિશ્વભરમાં ફેલાયેલી મહામારી કોરોના વાઇરસના અનલોકના તબક્કામાં દાહોદમાં વિકાસકાર્યો પૂરઝડપે આગળ ધપી રહ્યાં છે. ત્યારે રાજ્યમંત્રી બચુભાઇ ખાબડે આજે દેવગઢ બારીયાના વધુ 5 અંતરિયાળ ગામોમાં પાકા રસ્તાની કામગીરીનું શુક્રવારના રોજ ખાતમુહૂર્ત કરીને આરંભ કરાવવમાં આવ્યું છે. આ 5 ગામોમાં બૈણા, સીમળાઘસી, સેવનીયા, નાડાતોડ અને ફાંગીયા ગામનો સમાવેશ થાય છે. આ ગામોના કુલ 9.78 કિલોમીટરના 6 રસ્તાઓ રૂપિયા 287.40 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે.

દાહોદ જિલ્લાના અંતરિયાળ ગામોના વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ત્યારે શુક્રવારના રોજ દેવગઢ બારીયાના વધુ 5 ગામોના પાકા રસ્તા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને ખૂબ જ જલ્દી આ કામગીરી પૂરી કરવામાં આવશે. આ 5 ગામો પૈકી બૈણા ગામમાં 1 કિ.મી. નો રસ્તો રૂપિયા 40 લાખના ખર્ચે, સીમળાઘસીમાં 1.20 કિ.મી.નો રસ્તો રૂપિયા 50 લાખના ખર્ચે, સેવનીયામાં 1.16 કિ.મી.નો રસ્તો 48 લાખના ખર્ચે, નાડાતોડમાં બે રસ્તાઓ 1.20 કિ.મી. અને 1.92 કિ.મી. અનુક્રમે 45 લાખ અને 58.40 લાખના ખર્ચે અને ફાંગીયા ગામમાં 2.30 કિ.મી.નો રસ્તો 46 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે તેમ મંત્રી બચુભાઇ ખાબડ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ આયોજિત કાર્યક્રમમાં દેવગઢ બારીયાના પંચાયત પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર પ્રતિક સોની ગામના સરપંચ આગેવાનો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.


Related News

Comments are Closed

%d bloggers like this: