આયોજન: સાલીયા કબિર મંદિરે છ જિલ્લાના સંપ્રદાયોના સંતો ભક્તોના વિરાટ સંતસંમેલનનું આયોજન
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેવગઢ બારિયા29 મિનિટ પહેલા
- કૉપી લિંક

- સવારના 10 કલાકે શરૂ થયેલુ સંત સંમેલન સાંજના પાંચ કલાક સુધી ચાલ્યું
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં સાલિયા ગામના કબિર મંદીરે છ જિલ્લાના તમામ સંપ્રદાયોના સંતો-ભક્તોનું વિરાટ સંત સંમેલન યોજાયુ હતું. આ સંમેલનમાં વડોદરા, અરવલ્લી, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લાઓમાંથી એક હજારથી નાના મોટા સંપ્રદાયોના સંતો મહંતો આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. સવારના 10 કલાકે શરૂ થયેલુ સંમેલન સાંજના પાંચ કલાક સુધી ચાલ્યુ હતું.
જેમાં નારાયણધામ કાચલાના મહામંડલેશ્વર સેવાનંદજી મહારાજ, કબિર મંદિર સાલીયાના મહંત ઋષિકેષદાસજી, રામજીમંદિર છબનપુરના સંત ઇન્દ્રજિત બાપુ, હનુમાન મંદિર મલાવના સંત કથાકાર વિક્રમદાસ બાપુ, સંતરામપુર ગાયત્રી મંદિરના વ્યવસ્થાપક અને ઉપઝોન કેન્દ્ર પ્રમુખ રામજી ગુરૂજી, કબીર આશ્રમ સંતરામપુરના મહંત સુખમણિમહારાજ, છોટાઉદેપુરના ગંગેશ્વર મહાદેવ મંદિરના મહંત અને છોટાઉદેપુર જિલ્લા સંત સમિતિના અધ્યક્ષ સુરજગીરીજી મહારાજ, નિજાનંદબાપુ સાધનપુર, સ્વામી નિજાનંદજી મહારાજ છોટાઉદેપુર, કબીર આશ્રમ સેવા ટ્રસ્ટ કંબોઇના મહંત દયારામબાપુ અને કબીર આશ્રમ દેવગઢ બારિયાના મહંત ધનેશ્વરદાસ મહારાજે આ સંત સંમેલનને આવકારી આશીર્વચન પાઠવી પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા. સંત સંમેલનમાં સંત મહંતોએ સંપ્રદાયવાદ અને જાતિવાદ એ સમગ્ર માનવજાત માટે હાનિકારક હોવાનો સૂર વ્યક્ત કર્યો હતો.
Related News
સાવચેતીના પગલાં: દાહોદ જિલ્લામાં સોમવારથી બપોરે 4 વાગ્યાથી સ્વયંભુ કર્ફ્યુ જાહેર કરાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલાRead More
ચુસ્ત પાલન: દાહોદના કતવારામાં શનિવારે સંપૂર્ણ લોકડાઉનમાં ગામ જડબેસલાખ બંધ, ગ્રામજનોનો સંપૂર્ણ સહયોગ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
Comments are Closed