આયોજન: સંત સુરદાસ યોજનામાં 2680 લાભાર્થીઓને આવરી લેવાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ4 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ઇન્દિરા ગાંધી નેશનલ ડીસેબલ પેન્શન યોજનામાં 632ને લાભ
  • દાહોદ જિલ્લામાં તાલુકાવાર લાભ આપવા કેમ્પ યોજાશે

દાહોદ જિલ્લામાં દિવ્યાંગ કલ્યાણ યોજનાઓમાં ઇન્દિરા ગાંધી નેશનલ ડીસેબલ પેન્શન યોજના અને સંત સુરદાસ યોજનાનો સમાવેશ થાય છે. જેમાં ઇન્દિરા ગાંધી નેશનલ ડીસેબલ પેન્શન યોજના અંતર્ગત સપ્ટેમ્બર મહિનામાં કુલ 632 લાભાર્થીને લાભ અપાયો છે. જે માટે કુલ રૂ. 2413700ની રકમ ફાળવવામાં આવી હતી. જયારે સંત સુરદાસ યોજના અંતર્ગત સપ્ટેમ્બર મહિનામાં કુલ 2680 લાભાર્થીને લાભ અપાયો છે. જે માટે કુલ રૂ. 95,52,600ની રકમ ફાળવવામાં આવી હતી. આ યોજનાઓ અંતર્ગત લાભાર્થીના બેન્ક ખાતામાં સીધી જ રકમ જમા થતી હોય સમગ્ર પ્રક્રિયા પારદર્શક બની જાય છે. આ યોજનાઓનો લાભ વધુમાં વધુ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે તાલુકાવાર કેમ્પના આયોજન કરવામાં આવશે.






Related News

Comments are Closed

%d bloggers like this: