આયોજન: સંજેલી માજી સૈનિક સેવા ફાઉન્ડેશનનો ફ્રી તાલીમ કેમ્પ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- ઓગસ્ટમાં પંચમહાલમાં ભરતી મેળો યોજાશે, 1000 છોકરા, છોકરીઓને ભરતી માટે ટ્રેનિંગ આપી મોકલાશે
માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દાહોદ દ્વારા નવયુવાન યુવતિઓને આર્મી, નેવી એરફોર્સ, પેરા મિલિટરી પોલીસમાં ભરતી થવા માટેની ફ્રી તાલીમ કેમ્પનું જૂની હાઈસ્કુલના મેદાનમાં તાલીમ કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયું હતું. 45 જેટલાં યુવક યુવતીઓ પ્રથમ દિવસે જ તાલીમ કેમ્પમાં ભાગ લેવા પહોંચ્યાં હતાં.ગુજરાત રાજ્ય માજી સૈનિક સંગઠનના પ્રમુખ જીતેન્દ્ર નિમાવતના માર્ગદર્શન હેઠળ માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દાહોદ દ્વારા સંજેલી તાલુકા મથકે આવેલી જૂની હાઇસ્કૂલના મેદાનમાં તાલીમ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
જિલ્લામાં તાલીમ કેન્દ્ર ન હોવાથી યુવક યુવતીઓને દ્વારકા, જામનગર, સાબરકાંઠા સુધી ભરતી માટે તેમજ મજુરી માટે પણ ભટકવું પડે છે. જેને ધ્યાને લઈ માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા વિસ્તારમાં જ ભરતી યોજાય તે માટે વારંવાર રજુઆત કરતાં લગભગ ઓગષ્ટ ૈમાસમાં પંચમહાલનો ભરતી મેળો યોજાશે.
જેમાં પ્રથમ ભરતીમાં જ જિલ્લામાંથી એક હજાર જેટલા યુવક યુવતીઓ ભરતી માટે મોકલવાની તૈયારીઓ આદરી નિ:શુલ્ક તાલીમ કેન્દ્ર ખોલી દરેક તાલુકા મથકે માજી સૈનિકો દરરોજ ટ્રેનિંગ આપી નવયુવાન યુવતિઓને આર્મી, નેવી એરફોર્સ, પેરામિલેટ્રી પોલીસમાં ભરતી થવા તાલીમ અને ટ્રેનિંગ આપવાનું કેન્દ્ર શરૂ કર્યું છે. જિલ્લા-તાલુકાના સંગઠનના સભ્યો અને માજી સૈનિકો ઉપસ્થિત રહ્યાં હતાં.
Related News
તકેદારીના પગલાં: દાહોદ જિલ્લામાં પ્રથમ ખાનગી કોવિડ કેર સેન્ટર ઝાલોદમાં ખુલશે, ત્રણ ખાનગી હોસ્પિટલને કોરોનાની સારવાર માટે માન્યતા અપાઇ
Gujarati News Local Gujarat Dahod First Private Covid Care Center To Open In Jhalod InRead More
ફફડાટ: દાહોદ પાસે પાવડી એસઆરપી ગ્રુપમાં સાગમટે 47 જવાનો કોરોના પોઝિટિવ આવતાં હાહાકાર, તામિલનાડુની ચૂંટણીના બંદોબસ્તમાં ગયા હતા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
Comments are Closed