આયોજન: વાઘનળામાં પંચાયત આપણા આંગણે કાર્યક્રમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સીંગવડ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • અરજદારોના પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરાયો

સીંગવડ તાલુકાના વાઘનળા ગ્રામ પંચાયત ખાતે પંચાયત આપણા આંગણે કાર્યક્રમનું આયોજન દાહોદ જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં રાજ્ય સરકારની યોજનાઓનું માર્ગદર્શન આપી ગામના અરજદારોના પ્રશ્નોની ચર્ચા કરી સ્થળ પર નિકાલ કરાયો હતો. ખેતીવાડી વિભાગે કીટનું વિતરણ કરી જિલ્લા વિકાસ અધિકારી સીંગવડે વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિત 14માં નાણાપંચના વિકાસના કામોની સમીક્ષા કરી વહીવટીતંત્રને સૂચનો આપ્યા હતા.

રવિવારે દાહોદ જિલ્લા વિકાસ અધિકારીએ વાઘનળા, છાપરવડ, સિંગવડના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મકાન, આરોગ્ય સેન્ટરો, આંગણવાડી કેન્દ્રો તેમજ 14માં નાણાપંચ, આયોજનના કામોની સ્થળ મુલાકાત લઇ લીમખેડાના મંગલ મહુડી ગામે મિશન મંગલમ યોજના હેઠળ સખીમંડળની મુલાકાત લઇ વિશેષ સૂચનાઓ તંત્રને આપી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: