આયોજન: દુધિયામાં ભાજપા કિસાન મોરચાની કારોબારી યોજાઇ, યોજનાઓની માહિતી અપાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીમખેડા35 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • દાહોદના સાંસદ ઉપસ્થિત રહ્યા

રવિવારે કિસાન મોરચા દાહોદ જિલ્લાની કારોબારીની બેઠક દુધિયાના ગણેશ મંદિર મુકામે બાબુભાઇ જેબલિયા પ્રમુખ કિસાન મોરચો ગુજરાત પ્રદેશ તથા દાહોદ સાંસદ જશવંતસિંહજી ભાભોર, શંકરભાઇ અમલિયાર પ્રમુખ દાહોદ ભાજપા , સ્નેહલ ધરીયા, નરેન્દ્રભાઈ સોની, મહામંત્રી ભાજપા દાહોદ, કિસાન મોરચા દાહોદ જિલ્લાના પ્રમુખ રમેશભાઈ ગારી વિગેરેની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. કારોબારી બેઠકમાં કિસાન સુધારા કાયદો, સૂર્યોદય યોજના, પેજ સમિતિ, રામ મંદિર સહયોગ નિધિ,અને કિસાન યોજનાઓની માહિતી અંગે મહાનુભાવો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.બેઠકમાં દાહોદ જિલ્લાના તથા વિવિઘ મંડલના કિસાન મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.


Related News

Comments are Closed

%d bloggers like this: