આયોજન: દાહોદ જિ.ની અદાલતોમાં 12 ડિસેમ્બરના રોજ ઇ-લોક અદાલતનું આયોજન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ જિલ્લા અદાલત અને તાલુકા કક્ષાની તમામ અદાલતોમાં આગામી તા. 12 ડિસેમ્બરથી ઇ-લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઇ-લોક અદાલતોમાં પક્ષકારો, વકીલોએ કોવીડ-૧૯ની સ્થિતિને કારણે અદાલતમાં હાજર રહ્યાં વગર વિડીયો કોન્ફરન્સનો મહત્તમ ઉપયોગ કરવાનો રહેશે. આયોજન ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ ચેરમેન અને પ્રિન્સીપાલ, ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ, જિલ્લા અદાલત, દાહોદનાં અધ્યક્ષ સ્થાને યોજાશે.

આ ઉપરાંત દાહોદ, બારીયા, લીમખેડા, ઝાલોદ, ગરબાડા, ધાનપુર, ફતેપુરા અને સંજેલીની કોર્ટોમાં પણ જયુ. મેજી.ના અધ્યક્ષ સ્થાને યોજાશે. ઇ-લોક અદાલતમાં દાહોદ જિલ્લાની તમામ કોર્ટોમાં ચાલતાં કેસો, બેંક રિકવરી વળતરના કેસોનું સમાધાનથી ફેસલ કરી શકાશે. આ મુજબનું દાહોદના જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સેક્રેટરીએ જણાવ્યું હતું.






Related News

Comments are Closed

%d bloggers like this: