આયોજન: દાહોદ જિલ્લામાં વસંતોત્સવ વિષય પર ચિત્રસ્પર્ધા યોજાશે
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- 8થી 13 વર્ષના બાળકોની ચિત્રસ્પર્ધા, પ્રથમ વિજેતાને રૂા. 25000 સહિતના ઇનામો
યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી સરકારે વર્ષ 2020-21 દરમિયાન “મોબાઇલ ટૂ સ્પોર્ટસ”ની નવી યોજના મંજુર કરેલી છે. આ યોજનાને “મોબાઇલ ટૂ સ્પોર્ટ્સ” ફેસબુક પેજ, યુ-ટ્યુબ ચેનલ, રેડિયો કવીઝ, ચિત્રસ્પર્ધા, ટેલીવિઝન તેમજ સોશિયલ મીડીયા સંબધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો ઓડીયો/વિડીયો ક્લીપ રજૂ કરી યુવાનોને રમતગમતની પ્રવૃતિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામા આવશે.
આ હેતુને સુચારુ પાર પાડવા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરી તથા દાહોદ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા સંયુક્ત રીતે “વસંતોત્સવ” કાર્યક્રમ અંતર્ગત એક ચિત્રસ્પર્ધાનુ આયોજન કરાયું છે. જેમા 8થી 13 (જન્મ તા.31-12-2020ને ગણવાની રહેશે) વર્ષના બાળકો ભાગ લઇ શકશે. રાજ્યકક્ષાની ચિત્રસ્પર્ધામાંથી 10 વિજેતા કલાકારોની પસંદગી થશે.
તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ.25000, દ્વિતીય વિજેતાને રૂ.15000, તૃતિય વિજેતાને રૂ.10000 એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ.5000 (પ્રત્યેકને) મુજબ આશ્વાસન ઇનામો અપાશે. તમામ વિજેતાઓને ચિત્રકામ કીટની કીટ અપાશે.
Related News
ક્રાઇમ: અપહરણ કરી સગીરા પર બે યુવકોનું દુષ્કર્મ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
સ્થિતિ ચિંતાજનક: ઝાલોદ ગ્રામ્યના 37 સહિત જિ.માં અધધ… 74 સંક્રમિત
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
Comments are Closed