આયોજન: જિલ્લા રોજગાર વિનિમય કચેરીની ભરતી-માર્ગદર્શન શિબિર યોજાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • નોકરીદાતાઓ દ્વારા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી

દાહોદની જીલ્લા રોજગાર વિનિમય કચેરીએ ગત તા. ૨૬ નવેમ્બરે યુવાનો માટે ઓનલાઇન પ્લેટફોર્મ ઉપર જીલ્લાકક્ષાના ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો, એપ્રન્ટિસશીપ મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કર્યું હતું. આ શિબિરનો 145થી વધુ યુવાનોએ લાભ લીધો હતો તથા 11 જેટલા નોકરીદાતાઓએ વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરી હતી.ભરતીમેળા સંદર્ભે જિલ્લા રોજગાર અધિકારી એ.એલ. ચૌહાણે જણાવ્યું હતું કે ‘કોરોના મહામારીના સમયમાં રૂબરૂ ભરતી મેળા બદલે ઓનલાઇન પ્લેટફોર્મના ઉપયોગ થકી યુવાનોને રોજગારી અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

અત્યારે ઓનલાઇન પ્લેટફોર્મના માધ્યમથી યુવાનોને સેનામાં ભરતી અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. તેનો પણ યુવાનો મોટી સંખ્યામાં લાભ લઇ રહ્યાં છે. યુવાનો રોજગાર અંગે કોઇપણ માર્ગદર્શન માટે આ હેલ્પ લાઇન નંબર 02673-239159 નો પણ સંપર્ક કરી શકે છે.






Related News

Comments are Closed

%d bloggers like this: