આયોજન: ગુજરાત પોલીસનો હિસ્સો બનેલા બેલ્જિયમ મલિનો જાતિના શ્વાન પ્રથમ વાર પરેડ કરશે
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
તા. ૨૬મી જાન્યુઆરીની પરેડમાં વિવિધ જાતિના ૩૦ શ્વાન ભાગ લઇ પોતાના કરતબોની પરિચય કરાવશે.
- દાહોદમાં 26મી જાન્યુઆરીની પરેડમાં શ્વાનદળ કરતબો રજૂ કરશે
દાહોદમાં થનારી ૭૨મા પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં પોલીસ તંત્રનું શ્વાનદળ પણ આકર્ષણનું કેન્દ્ર છે. તા. ૨૬મી જાન્યુઆરીની પરેડમાં વિવિધ જાતિના 30 શ્વાન ભાગ લઇ પોતાના કરતબોની પરિચય કરાવશે. આ શ્વાન તેના પાલક માસ્ટર સાથે હાલમાં નવજીવન કોલેજના મેદાનમાં મહાવરો કરી રહ્યા છે.
તા. ૨૬મી જાન્યુઆરીની પરેડમાં વિવિધ જાતિના ૩૦ શ્વાન ભાગ લઇ પોતાના કરતબોની પરિચય કરાવશે.
ગુજરાત પોલીસના અમદાવાદ ખાતેના શ્વાન તાલીમ કેન્દ્રમાંથી પરેડ માટે સ્નિફિંગ, ટ્રેકિંગ, ઓબિડિઇન્ગની તાલીમ પામેલા ખાસ 30 શ્વાનોને પસંદ કરવામાં આવ્યા છે. દાહોદ ખાતે લેબ્રેડોર, ડોબરમેન, જર્મન શેફર્ડ, બિગલ અને બેલ્જીયમ મલિનો નામે પાંચ કૂળના શ્વાનોને લાવવામાં આવ્યા છે. શ્વાનની આ પ્લાટૂનમાં બેલ્જીયમ મલિનો અને બિગલ ધ્યાન ખેંચે છે. ટોય ગ્રુપમાં આવતા બિગલ પ્રકારના કદમાં નાના શ્વાનની સુંઘવાની શક્તિ ગજબની હોઈ તે પોલીસ તંત્રમાં મુખ્યત્વે વિસ્ફોટકો અને નશીલા પદાર્થને સુંઘીને શોધી કાઢવાનું કરે છે. હર્ડિંગ, સ્પોર્ટિંગ, નોન સ્પોર્ટિંગ, વર્કિંગ, હોન્ડ, ટેરિયર્સ અને ટોય બ્રિડ જેવા કૂતરાઓના કદ, તેની કામ કરવાની શક્તિ, કદ, ઉંચાઇ અને પ્રદેશના આધારે તેને મુખ્યત્વે સાત સમુહમાં વહેંચાય છે. હૈદરાબાદ અને દિલ્હીના બ્રિડર્સ પાસેથી રૂ. 70 હજાર જેટલી કિંમતથી ખરીડાયા બાદ પ્રથમ વખત જ ગુજરાત પોલીસના હિસ્સો બનેલા બેલ્જીયમ મલિનો જાતિના શ્વાન અન્ય પ્રજાતિના શ્વાન કરતા વધુ મજબૂત, સ્ફૂર્તિવાળા હોય છે.
વિસ્ફોટકો શોધવા, જમ્પિંગ, નશીલા પદાર્થ શોધવા, સેલ્યુટિંગ સહિતના કરતબો કરશે
ગુજરાત પોલીસના જર્મન શેફર્ડ અને ડોબરમેન મુખ્યત્વે ટ્રેકિંગનું કામ કરે છે. એટલે કે, ચોરી કે કોઇ હત્યાના બનાવવાળા સ્થળે જે શ્વાનની હાજરી જોવા મળે તે આ પ્રકારના હોય છે. તે ગુનેગારનું પગેરૂ શોધે છે. લેબ્રેડોર પ્રકારના શ્વાન પાસેથી વિસ્ફોટકો શોધવાની કામગીરી લેવામાં આવે છે. પરેડના દિવસે આ શ્વાનદળ દ્વારા વિસ્ફોટકો શોધવા, જમ્પિંગ, નશીલા પદાર્થ શોધવા, સેલ્યુટિંગ સહિતના કરતબો કરવામાં આવશે. – નાનુભા જાડેજા, હેડ કોન્સ્ટેબલ
72મા પ્રજાસત્તાક દિવસે આમંત્રિતોની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવશે
આગામી 72મા પ્રજાસત્તાક દિનની ઉજવણી દાહોદના નવજીવન આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના મેદાનમાં થનારી છે. તા.26ના રોજ આમંત્રિતોને સવારના 8.30 વાગ્યા પહેલા કાર્યક્રમ સ્થળે પ્રવેશ મેળવી લેવાનો રહેશે. એ માટે કલર કોડ પ્રમાણે પ્રવેશ દ્વાર રાખવામાં આવ્યા છે અને એ જ પ્રમાણે વાહન પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં રેડ કલર માટે રેલ્વેના મેદાનમાં, ગોલ્ડન અને સિલ્વર કલર માટે પોલિટેકનિક કોલેજ તથા ઇજનેરી કોલેજના મેદાનમાં વાહન પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોરોના અંગે આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકામાં ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. સામાજિક અંતરનું પાલન કરવું, માસ્ક પહેરવું અને સેનિટાઇઝરના ઉપયોગથી વારંવાર હાથ સાફ કરતા રહેવું પડશે તેવુ દાહોદ કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું હતું. દાહોદ જિલ્લામાં પ્રજાસત્તાક દિનની આહ્લેલ જાગે એ માટે નાગરિકો અને વેપારીઓને પોતાના વેપારરોજગાર તથા ઘરોને રોશનીથી શણગારવા પણ દાહોદ કલેક્ટર વિજય ખરાડીએ અપીલ કરી છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed