આબાદ બચાવ: દાહોદમાં રેલવે ક્રોસિંગ પર રિવર્સમાં આવી રહેલી ટ્રેનની બોગીની અડફેટે આવતાં રિક્ષા 40 ફૂટ ઘસડાઇ, સદનસીબે જાનહાનિ ટળી

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • At Dahod, A Rickshaw Overturned 40 Feet In A Reverse Train Bogie At A Railway Crossing, Fortunately Avoiding Casualties.

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • રેલ્વે વર્કશોપથી રેલવે સ્ટેશન તરફ જતા રસ્તામાં સી સાઈટ નજીક રેલવેની બોગી તેમજ રિક્ષા વચ્ચે અકસ્માત
  • ઘટનામાં એક વ્યક્તિને જ સામાન્ય ઈજાઓ પહોંચી
  • બનાવની જાણ થતા આરપીએફ સ્ટાફ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચ્યો

દાહોદ રેલવે વર્કશોપની સી સાઈટ નજીક આવેલા ક્રોસિંગ પર રેલવેની બોગીની અડફેટે આવેલી પસેન્જર ઓટો રિક્ષા 40 ફૂટ ઘસડાઇ હતી. જોકે, સદનસીબે આ ઘટનામાં એક વ્યક્તિને જ સામાન્ય ઈજાઓ થઈ હતી. ત્યારે ઘટનાની જાણ થતાં આરપીએફના જવાનો સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, દાહોદ રેલવે વર્કશોપમાં સમારકામ માટે આવેલી ગુડ્સ ટ્રેનની બોગી આજે વર્કશોપમાંથી રીપેર થઈ રિવર્સમાં રેલવે સ્ટેશન તરફ જઈ રહી હતી. તે સમયે ક્રોસિંગ પરથી પસાર થઇ રહેલી પસેન્જર રિક્ષા રિવર્સમાં આવી રહેલી રેલવે બોગીના પાછળના ભાગે અથડાતા રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

આ ઘટનામાં બોગી રિક્ષાને લગભગ 40 ફૂટ સુધી ઘસડીને લઇ ગઈ હતી. જોકે, રિવર્સમાં આવી રહેલી રેલવેની બોગીની ઝડપ ઓછી હોવાના કારણે એક વ્યક્તિને જ સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ત્યારે આ ઘટનાની જાણ રેલવે તંત્ર સહિત આરપીએફને થતાં ઘટનાસ્થળ પર આરપીએફના જવાનો પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: