આપઘાત: મંગલમહુડી પાસે પ્રેમી પંખીડાંએ ટ્રેન આગળ પડતું મુકતાં બંનેનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ34 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • યુવક ઘટના સ્થળે જ્યારે યુવતી સારવાર વેળા મોતને ભેટી

લીમખેડા તાલુકાના મંગલમહુડી રેલવે સ્ટેશન નજીક પ્રેમી પંખીડાએ આયખાનો અંત આણવા માલગાડી સામે પડતુ મુક્યુ હતું. જુદા-જુદા ગામના આ પ્રેમી પંખીઓ પૈકી ઘાયલ યુવકનું ઘટના સ્થળે મોત થઇ ગયું હતું જ્યારે સારવાર માટે ખસેડાયેલી યુવતીએ સારવાર વેળા શ્વાશ છોડ્યો હતો. જીઆરપીએ અકસ્માતે મોત અન્વયે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મંગલમહુડી રેલવે સ્ટેશન નજીક કિ.મી. નં.517/બી 14-16ની વચ્ચે ડાઉન લાઇન ઉપર તા.9મીના રોજ સાંજના સમયે એક પ્રેમપંખીડાએ માલગાડી ટ્રેન આગળ પડતું મુક્યુ હતું. જેમાં યુવકનું ઘટના સ્થળ ઉપર મોત નિપજ્યું હતું.

જ્યારે યુવતીની ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે દાહોદના જનરલ હોસ્પિટલમાં ખેસડવામાં આવી હતી. જીઆરપી દ્વારા તપાસ કરવામાં આવતાં યુવક દાભડા ગામના સ્ટેશન ફળિયાનો 19 વર્ષિય મહેશ ધીરસિંગ ચોહાણ જ્યારે 19 વર્ષિય યુવતી પરમારના ખાખરીયા ગામના નીશાળ ફળિયામાં રહેતી વનિતાબેન કનુભાઇ ભાભોર હોવાનું જાણવા મળ્યુ હતું. ગંભીર રૂપે ઘાયલ વનિતાનું રવિવારના રોજ પરોઢે પાંચ વાગ્યે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ સંદર્ભે દાહોદ જનરલ હોસ્પિટલના ડો. અગ્રવાલે રેલવે પોલીસને જાણ કરતાં રેલવે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: