આપઘાત: દાહોદમાં MGVCLના એન્જિનિયરે રેલવે ટ્રેક પર સૂઇ જઇ આપઘાત કર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • આપઘાત કરવા જતાં 1 જ મિનિટમાં માલગાડી આવી ગઇ
  • રેલવે સ્ટેશન બહારથી કર્મીનું સ્કૂટર પણ મળી આવ્યું

દાહોદ શહેરમાં આપઘાતના ઇરાદે સુનાકાર રેલવે સ્ટેશને પહોંચેલા એમજીવીસીએલના જુનિયર એન્જીનિયરે માલગાડી આપતી જોઇને પાટા ઉપર સુઇ જઇ આપઘાત કરી લેતાં ખળભળાટ મચી ગયો હતો. આ આપઘાત કયા કારણોસર કરાયો તે જાણવા મળ્યુ નથી. ઘટના પગલે એમજીવીસીએલના કર્મચારીઓ તેમજ તેમના પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. જીઆરપીએ આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદ શહેરમાં રહેતાં નીલેશ આર.કટારા દાહોદ એમજીવીસીએલમાં રૂરલ ના જુનિયર એન્જીનિયર તરીકે ફરજ બજાવતા હતાં. સોમવારના રોજ બપોરના સમયે કચેરીમાં મીટીંગ પતાવી હતી. ત્યાર બાદ તેઓ બપોરના 2.40 વાગ્યાના અરસામાં પોતાનું એક્ટિવા લઇને શહેરના રેલવે સ્ટેશનના છેડે ડી કેબીન તરફ ગયા હતાં. ત્યાંથી તેઓ પ્લેટફોર્મ નંબર 3ના છેડે ગયા હતાં. એક જ મીનીટની રાહ જોયા બાદ તેમને દુરથી ટ્રેન આવતી જોવાઇ હતી. ત્યારે આપઘાતના ઇરાદે રેલવે સ્ટેશન ગયેલા નીલેશભાઇ 2.41 વાગ્યાના અરસામાં પ્લેટફોર્મના છેડે પાટા ઉપર સુઇ ગયા હતાં. પ્લેટફોર્મ ઉપર ટ્રેનની રાહ જોતા અને પાટા ઉપર સુઇ ગયા હોવાથી તેમના પગ સીસી ટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતાં. ધસમસતી આવેલી માલગાડી નીચે કચડાઇ જતાં નીલેશભાઇનું ઘટના સ્થળે જ મોત થઇ ગયું હતું.

આ બનાવની જાણ થતાં એમજીવીસીએલના અધિકારી-કર્મચારી અને તેમના પરિવારના લોકો રેલવે સ્ટેશને ધસી આવતાં કરૂણ દ્રષ્યો સર્જાયા હતાં. નીલેશભાઇએ કયા કારણોસર આપઘાત કર્યો તે જાણવા મળ્યુ નથી. આ ઘટના અંગે જીઆરપીએ અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.


Related News

Comments are Closed

%d bloggers like this: