આપઘાત: દાહોદના બસ સ્ટેશનમાં મઘ્પ્ય પ્રદેશ ની યુવતીનો ગળાફાંસો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ35 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર.

  • પોલીસ-ડેપોના કર્મીઓ દોડી આવ્યા

દાહોદના બસ સ્ટેન્ડમાં સવારના સમયે એક યુવતી ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવાતા ચકચાર મચી હતી. મધ્યપ્રદેશના સેજાવાડાની કેસી સીંગાડીયા નામની 20 વર્ષિય યુવતી દાહોદના બસ સ્ટેશન પરિસરના પાછળના ભાગે એક વૃક્ષ ઉપર ફાંસો ખાધેલી હાલતમાં મૃત જોવાતા લોકટોળા ઉમટ્યા હતા. જાગૃત્ત નાગરિકો દ્વારા તંત્રને જાણ કરતા પોલીસકર્મીઓ અને બસ સ્ટેશનના કર્મચારીઓ ઘટના સ્થળે આવીને આ યુવતીને ઝાડ ઉપરથી ઉતારી હતી. જયાં તેની હથેળી ઉપર ‘તું મને મળવા નથી આવ્યો તો તારી રાહ જોઈને આ કરું છું.

આમાં કોઈનો વાંક નથી’’ વગેરે લખીને વૃક્ષ ઉપર લટકી ગઈ હોવાની જાણ થઇ હતી. પોલીસે આ યુવતી પાસેથી મળેલા આધારકાર્ડ વગેરે ડૉક્યુમેન્ટના આધારે તેના સ્વજનોની ભાળ મેળવવાનો પ્રયત્ન આદર્યો હતો. અને આ યુવતીની લાશને સરકારી હોસ્પિટલમાં પહોંચાડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: