આપઘાત: ઝાલોદમાં પતિના ત્રાસથી કંટાળેલી પત્નીએ ઝેરી દવા ગટગટાવતાં મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝાલોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • સાસરિયાઓ વિરુદ્ધ નવ મહિના બાદ ફરિયાદ નોંધાવી

મધ્યપ્રદેશના ઇન્દોરના કૈલાશપુરી બંગાલી ચોકડી પાસે રહેતા હરિશંકર રાધાકૃષ્ણ શર્માની છોકરી તૃપ્તીબેનના લગ્ન ઇન્દોર ખાતે રહેતા ધનેશભાઇ અનુપભાઇ શર્મા સાથે ત્રણેક વર્ષ અગાઉ થયા હતા. આણંદમાં પ્રાઇવેટ બેન્કમાં ધનેશકુમાર નોકરી માટે ગયા હતા અને છ માસ જેવી નોકરી કરી પરત ઇન્દોર આવી પત્ની તૃપ્તીબેન તથા માતા આશાબેન અનુપકુમાર તથા બહેન તૃપ્તીબેન પારસકુમાર તેમજ બનેવી પારસકુમાર ભવાનીશંકર સાથે રહેતા હતા.

આ દરમિયાન ધનેશભાઇ કોઇ ધંધો નોકરી નહી કરતાં હોવાથી પતિ સહિત તમામ ઘરના સભ્યો ભેગા મળી તુ તારા બાપના ઘરેથી પૈસા લઇ આવ તેવુ કહી તૃપ્તીબેન પાસે અવાર નવાર પૈસાની માંગણી કરી મેણાટોણા મારતા હતા. ધનેશકુમારે ઇન્દોરમાં જમીનનો પ્લોટ લીધો હોઇ તેના રૂપિયા માટે તૃપ્તીબેનને પિતાના ઘરેથી રૂપિયા લાવવાનું કહી માનસિક ત્રાસ આપી પરેશાન કરતા પિતાને જાણ કરતાં એપ્રિલ’19માં જમાઇના ખાતામાં 3,50,000 રૂપિયા ખાતામાં જમા કરાવ્યા હતા. ત્યાર બાદ ધનેશકુમાર ઝાલોદ ખાતે બજાજ ફાઇનાન્સમાં બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી જોઇન્ટ કરતાં તે ઝાલોદ રહેવા આવી ગયો હતો અને તેની પત્ની તૃપ્તીબેન ઇન્દોર ખાતે સાસુ, નણંદ તથા નણદોઇ સાથે રહેતા તેઓએ શારીરિક માનસિક ત્રાસ આપતાં તે પતિ પાસે ઝાલોદ રહેવા આવી ગઇ હતી. આ દરમિયાન પતિ ધનેશભાઇએ પણ રૂપિયા માંગી અવાર નવાર માનસિક શારીરિક ત્રાસથી ત્રાસી જતાં તૃપ્તીબેને ઝાલોદના ભાડામાં મકાનમાં 30 મે’20ના રોજ રેટોલ નામની દવા પી લેતાં ઝાલોદ દવાખાને લઇ ગયા હતા. જ્યાં સારૂ થઇ ગયા બાદ પણ તાવ માથુ દુખતા દાહોદ અને ત્યાંથી રીફર કરતાં વડોદરા સારવાર માટે લઇ ગયા હતા જ્યાં તા.8 જૂન’20ના રોજ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ સંદર્ભે તૃપ્તિબેનના પિતાએ જમાઇ ધનેશભાઇ અનુપભાઇ શર્મા, આશાબેન અનુપભાઇ શર્મા, તૃપ્તીબેન પારસકુમાર શર્મા તથા પારસકુમાર ભવાનીશંકર શર્મા વિરૂદ્ધ નવ મહિના બાદ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: