આપઘાત: ચોરીના આરોપીએ ઝાલોદની સબજેલમાં આપઘાત કર્યો, બેરેકના બાથરૂમમાં જઇ રૂમાલથી ગળે ફાંસો ખાધો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • છ મહિના પૂર્વે ઝાલોદની ગામડી ચોકડીએ ચોરી કરવા જતાં પકડાયો હતો
  • ઉમેશ દ્વારા વિવિધ કોર્ટમાં જામીન માટેની અરજીઓ કરી હોવા છતાં જામીન મળ્યા ન હતા

ઝાલોદની સબજેલમાં સોમવારની રાતે બે વાગ્યાના સુમારે ચોરીના આરોપીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ હતી. પોલીસે ઘટના સંદર્ભે તપાસ હાથ ધરી છે.

ઝાલોદના ગામડી ચોકડી નજીકના મકાનમાં ગત તારીખ ૩ ઓક્ટોબર 2020ના રોજ ત્રણ જેટલા ચોર ચોરી કરવા માટે ઘુસી ગયા હતા. આ અંગેની જાણ રહીશોને થતાં રહીશોએ એક ચોરને ઝડપી પોલીસને હવાલે કર્યો હતો. અન્ય બે તસ્કરોને ભાગી છૂટવામાં સફળતા મળી હતી. આ પકડાયેલો સખ્સ ચિત્રોડિયા ગામનો ૩૦ વર્ષીય કાળુ ઉર્ફે ઉમેશ મોહન કટારા હોવાની ઓળખ છતી થઇ હતી.

પેનલ પોસ્ટ મોર્ટમ માટે લાશને દાહોદ ખાતે લઇ જવામાં આવી

ઉમેશ છેલ્લા છ માસથી ઝાલોદની સબજેલમાં કાચા કામના કેદી તરીકે હતો. ત્યારે મંગળવારના રોજ વહેલા બે વાગ્યાની આસપાસ સબજેલની બેરેકના બાથરૂમમાં ઉમેશે રૂમાલથી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે અંગે વહેલી સવારે ચાર વાગ્યે સબજેલના કેદીને ખબર પડતાં જ સબજેલના સ્ટાફને જાણ કરવામાં આવી હતી. તેને તાત્કાલિક ઝાલોદના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. જો કે તેને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત થયું હોવાનું ઝાલોદ સરકારી દવાખાને બહાર આવ્યું હતું. આ ઘટનાને લઈને પંથકમાં ચકચાર મચી હતી. તો તેના પેનલ પોસ્ટ મોર્ટમ માટે લાશને દાહોદ ખાતે લઇ જવામાં આવી હતી. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

છેલ્લા છ માસથી સબજેલમાં જ હોય, ઉમેશ દ્વારા વિવિધ કોર્ટમાં જામીન માટેની અરજીઓ કરી હોવા છતાં જામીન મળ્યા ન હતા. અને આ વાતથી ઉમેશ નાસીપાસ થઈ ગયો હોવાથી જ આ પગલું ભર્યું હોવાનું હાલ સબજેલ વર્તુળ દ્વારા કહેવામાં રહ્યું છે. ત્યારે આ અંગે વધુ માહિતી તપાસથી બહાર આવી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: