આદેશ: સંજેલીમાં શોષ ખાડા બનાવવા, પૂરવા પંચાયતને TDOનો આદેશ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
સંજેલી ટીડીઓ સરપંચ અને તલાટીએ રોડ પર પાણી કાઢનાર મકાનોની મુલાકાત લીધી હતી. - Divya Bhaskar

સંજેલી ટીડીઓ સરપંચ અને તલાટીએ રોડ પર પાણી કાઢનાર મકાનોની મુલાકાત લીધી હતી.

  • ટીડીઓ, સરપંચ, તલાટીએ મકાનોની મુલાકાત લીધી

સંજેલી ચામડી ફળિયામા રહેણાંક મકાન માલિકો બેરોકટોક પાણી રોડ પર કાઢવા મંડ્યા હતા. જેથી ગંદા પાણી રોડ પર ફરી વળતા અવર જવર કરતા વાહનો તેમજ લોકોને મુશ્કેલીનો સામનો જંતુજન્ય રોગો કે કોલેરા ફાટી નિકળે તેવી દહેશત રોડ પરના ખાડા પુરવા તેમજ ઘરે ઘરે શોષખાડા બનાવવા ટીડીઓએ પંચાયતને આદેશ કર્યો હતો.

સંજેલી ચામડીયા ફળિયાના સ્થાનિક રહીશો દ્વારા પોતાના મકાનના ગંદા પાણી રોડ પર કાઢતા મુખ્ય માર્ગ પર ગંદા પાણી તળાવની જેમ ભરાઈ જતાં લોકોને પડતી મુશ્કેલીને લઇને દિવ્ય ભાસ્કરમાં સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યાં હતાં. જે બાદ ટીડીઓ હરેશ મકવાણા દ્વારા સરપંચ કિરણ રાવત અને તલાટી વિજય રાઠોડને લઈ સ્થળની મુલાકાત લીધી હતી.

રોડ પર જ ગંદા પાણી ફરી વળતા તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું. ઘરે ઘરે જઈ રોડ પર નીકળતું પાણી બંધ કરવા તેમજ પોતાના ઘરનાં પણ પોતાના જ ખાળકુવામાં જ પાણી પડવા માટે સુચના આપી હતી. આ ફળિયામાં જેને ત્યાં ખાળકૂવાની વ્યવસ્થા ન હોય તેમને તાત્કાલિક પંચાયતના ખર્ચે શોષ ખાડા કરી આપવા તેમજ આ મુખ્ય માર્ગ પર ઢીંચણસમા પડી ગયેલા ખાડાઓ પણ તાત્કાલિક પુરવા સરપંચ તલાટીને આદેશ આપવામાં આવ્યો હતો.

ખાળકૂવામાં નહી પડે ત્યાં સુધી નળ કનેક્શન દ્વારા અપાતંુ પાણી બંધ કરાશે
ફળિયામાં મોટાભાગના મકાન માલિકોને ત્યાં ખાળકૂવા હોવા છતા પણ પાણી રોડ પર જ નીકળતા હોય છે. લગભગ 26 જેટલા મકાન માલિકોને નોટિસ પણ ફટકારવામાં આવી છે. જેથી પોતાનું પાણી જ્યાં સુધી ખાળકૂવામાં નહીં પાડે ત્યાં સુધી નળ કનેકશન દ્વારા અપાતું પાણી પણ બંધ કરવા આવશે.>કિરણ રાવત, સંજેલી સરપંચ

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: