આદેશ: ફતેપુરા મનરેગા યોજનાના GRSએ ગેરરીતિ કરતાં ફરજ પરથી છૂટા કરવાનો TDOનો હુકમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફતેપુરા2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • પાસવર્ડ સાથે ચેડાં કરી નાણાં ઉપાડવાનો પ્રયાસ કરાતાં કાર્યવાહી કરાઇ

ફતેપુરા તા. પંચાયત અવારનવાર કૌભાંડો અને બનાવોને લઇને વિવાદમા રહે છે. ત્યારે આજરોજ ફરી તાલુકા પંચાયતની મનરેગા યોજનામા ગ્રામ રોજગાર સેવકે તરીકે ફરજ બજાવતા કર્મચારીએ બારોબાર મસ્ટર રોલ ફીલ કરી પાસવર્ડ સાથે ચેડા કરી નાણાની ગેરરીતી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબત ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને ધ્યાને આવતા તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામ રોજગાર સેવકને તાત્કાલિક અસરથી ફરજ પરથી છુટા કરવાનો હુકમ કરતા તાલુકામા ખળભળાટ મચી છે.

ફતેપુરા તાલુકા પંચાયતની મનરેગા યોજનામા ગ્રામરોજગાર સેવક તરીકેની ફરજ બજાવતા પ્રવિણભાઇ આર બામણીયાએ કાળીયા પંચાયતમા કુલ 31 મસ્ટર રોલ પંચાયતના પાસવર્ડથી પંચાયત લોગીનથી બારોબાર ફીલ કરી એમબી ડીલીટ કરી પંચાયત લોગીન પાસવર્ડથી વેજલીસ્ટ જનરેટ કરી પાસવર્ડ સાથે ચેડા કરી નાણાકિય ઉચાપાત કરવાનો પ્રયાસ કરી ગુનાહિત કૃત્ય કરતા ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીએ મનરેગા યોજનાની કલમ 25 મુજબ તાત્કાલિક અસરથી ફરજ પરથી છુટા કરવાનો હુકમ કરી જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકને આ બાબતની લૈખિતમા જાણ કરી છે.

તાત્કાલિક ફરજ પરથી છૂટા કર્યા
મનરેગા યોજનામા ગ્રામરોજગાર સેવક તરીકે ફરજ બજાવતા પ્રવિણભાઇ બામણીયાએ રેકર્ડ પાસવર્ડ સાથે ચેડા કરી નાણાકિય ઉચાપાત કરવાનો પ્રયાસ કર્યો છે. આ બાબત ધ્યાને આવતા તાત્કાલિક અસરથી તેઓને ફરજ પરથી છુટા કરી દાહોદ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકને લેખિતમા ઓર્ડરની કોપી મોકલી જાણ કરી છે. >પી.એસ.આમલીયાર, તાલુકા વિકાસ અધિકારી ફતેપુરા


Related News

Comments are Closed

%d bloggers like this: