આદેશનો ઉલાળિયો: દાહોદમાં રવિવારે બજાર બંધ રાખવાના ફરમાન બાદ પણ દુકાનો ખુલ્લી રહેતા લોકોની ભીડ ઉમટી, પ્રશાસનના બેવડાં ધોરણને લઈ લોકો ઉઠાવી રહ્યા છે સવાલ

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Even After The Order To Close The Market In Dahod On Sunday, The Shops Remained Open And People Were Raising Questions About The Double Standards Of The Administration.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • રવિવારે બજાર બંધને લઈ લોકોમાં મિશ્ર પ્રત્યાઘાત

દાહોદ જિલ્લામાં ફરીથી કોરોના વકરી રહ્યો છે.જેથી કલેક્ટરે હોળીના મેળાવડાઓ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.તેવી જ રીતે રવિવારે ફરજીયાત બજાર બંધ રાખવા ફરમાન કર્યુ છે તેમ છતાં આ દિવસે સવારે દાહોદના સ્ટેશન રોડ પર કેટલીક દુકાનો ખુલી જતાં લોકોની ભીડ જામી હતી.જે જોખમી સાબિત થઇ શકે છે ત્યારે રવિવારે બજાર બંધ રાખવા મામલે મિશ્ર પ્રત્યાઘાતો સાંભળવા મળી રહ્યા છે. દાહોદ જિલ્લામાં બે જ દિવસમાં કોરોનાના 33 નવા કેસ નોંધાયા છે અને તેમાં વધારો પણ થઇ શકે છે.ખાનગી રીતે કરાવાતાં રિપોર્ટમાં કોરોના પોઝીટીવ વધારે હોવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે હવે ફરીથી ગત વર્ષ જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડશે તેમ લાગી રહ્યુ છે.જેથી ચુંટણીઓ ટાંણે મજબુર થઇ ગયેલું તંત્ર હવે ફરીથી કોરોનાને રોકવા કડકાઇ કરી રહ્યુ છે.તેના ભાગ રુપે ચુંટણીમાં રેલીઓ અને જાહેર સભાઓમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે અડીખમ રહેલા તંત્રએ હવે મેળાવડાઓ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.

કોરોના ચુંટણીમાં નથી ફેલાતો તેવી રમુજી કરાવતી વિડીઓ અને ટીકાઓ એક દ્રષ્ટિએ સાચી લાગી રહી છે.કારણ કે જિલ્લાના ગામડે ગામડે સભાઓ સરઘસોની મંજૂરી આપ્યા બાદ હવે જિલ્લાના આદિવાસીઓની દીવાળી સમા મુખ્ય તહેવાર હોળીના વિવિધ 50 જેટલા મેળા પર પ્રતિબંધ મુકાયો છે.જેથી ગોળ ગધેડાનો વિશ્વ પ્રસિધ્ધ મેળો કદાચ ઇતિહાસમાં પહેલી વાર ભરાશે નહી.ચાડીયાના મેળાની મઝા પણ માંણવા નહી મળે ત્યારે ગાદી મેળવવા કોરોનાને કોરાણે મુકનારા હવે મરણમાં પણ મર્યાદિત લોકોની હાજરી સુચવી રહ્યા છે.

તેવી જ રીતે દાહોદના કલેક્ટરે કોરોનાની ચેઇન રોકવા માટે ફરીથી રવિવારે ફરજીયાત બજાર બંધ રાખવા આદેશ કર્યા છે.તેમ છતાં રવિવારે સ્ટેશન રોડ સહિતનાા કેટલાક વિસ્તારોમાં દુકાનદારોએ દુકાનો ખોલી દેતાં દુકાનો પર ભીડ જામી હતી.ખાણી પીણીની દુકાનો પર રવિવાર હોવાથી ધસારો થવો તે પણ સ્વાભાવિક છે.રવિવારે બંધના નિર્ણય સામે કેટલાક વેપારીઓમાં નારાજગી પણ જોવા મળી હતી.કારણ કે હોટોલ રેસ્ટોરન્ટનો ધંધો મોટો બાગે રવિવાર પર જ નિર્ભર હોય છે.નાના વેપારીઓને પણ રવિવાર બંધને કારણે આર્થિક નુક્સાન થતુ હોવાનો સૂર પણ સાંભળા મળી રહ્યો છે.જેથી કોરોનાને રોકવા બંધનો નિર્ણય કેટલો યોગ્ય કે અયોગ્ય છે તેનું મનોમંથન જરુરી લાગી રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: