આદર્શ ગામ ડોકી ડુંગરા: સાંસદ આદર્શ ગામ ડોકી ડુંગરામાં ગ્રામ સભા સંપન્ન
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ14 મિનિટ પહેલા
- કૉપી લિંક

- સાંસદ ભાભોરના હસ્તે રૂ.52.80 લાખના વિકાસ કામોનું લોકાર્પણ અને રૂા.3.47 કરોડના કામોનું ખાતમુહૂર્ત
દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં આદર્શ ગામ એવા ડોકી ડુંગરા ખાતે ગ્રામ સભા યોજાઇ હતી. જેમાં રૂ. 52.80 લાખના વિકાસ કામોનું લોકાર્પણ અને રૂ. 3.47 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. ગ્રામ સભાને સંબોધન કરતા સાંસદે જણાવ્યું કે, ગરીબોના કલ્યાણ માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવ્યા છે. તાજેતરમાં કોરોના મહામારીમાં સરકાર દ્વારા ગરીબોને 139 કરોડનું અનાજ સાવ વિનામૂલ્યે આપવામાં આવ્યું છે. અત્યાર સુધી કૃષિ વીજ જોડાણોમાં રાત્રે વીજળી અપાતી હતી.
પણ, હવે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સરકારે કિસાન સૂર્યોદય યોજના અમલી બનાવી ખેડૂતોને દિવસે વીજળી આપવાનો પ્રારંભ કર્યો છે. જેમાં પ્રથમ પસંદગી દાહોદ જિલ્લાની થઇ છે. સાથે તેમને ગ્રામજનોને વ્યસનથી મુક્ત રહેવા અને બાળકોના શિક્ષણ પ્રત્યે વધુ જાગૃત થવા માટે શીખ આપી હતી.
Related News
સાવચેતીના પગલાં: દાહોદ જિલ્લામાં સોમવારથી બપોરે 4 વાગ્યાથી સ્વયંભુ કર્ફ્યુ જાહેર કરાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલાRead More
ચુસ્ત પાલન: દાહોદના કતવારામાં શનિવારે સંપૂર્ણ લોકડાઉનમાં ગામ જડબેસલાખ બંધ, ગ્રામજનોનો સંપૂર્ણ સહયોગ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
Comments are Closed