આત્મહત્યા: ​​​​​​​દાહોદમાં ધાનપુરના ઘોડાઝરની પરિણીતાએ સાસરિયાઓના ત્રાસથી બે બાળકો સાથે આત્મહત્યા કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • છ વર્ષના પુત્ર અને અઢી વર્ષની પુત્રી સાથે કુવામાં ઝંપલાવ્યું પરિણીતાના પિતાએ સાસરિયા સામે ફરિયાદ નોંધાવી

ધાનપુર તાલુકામાં આવેલા ઘોડાઝર ગામની 32 વર્ષીય પરિણીતાને તેના પતિ તથા સાસુ-સસરા ત્રાસ આપતા હતા. તેનાથી કંટાળી જઈને તેના બે સંતાનો સાથે લીમખેડાના બાર ગામે એક કુવામાં ઝંપલાવી સામુહિક આત્મહત્યા કરી લેતા અરેરાટી વ્યાપી જવા પામી છે.

બે સંતાનો સાથે માતાના સામુહિક આપઘાતથી તાલુકામાં ચકચાર મચી

લીમખેડા તાલુકામાં આવેલા રઈ ગામના ધાણકિયા ફળિયામાં રહેતા ધીરસિંગભાઈ નાનાભાઈ ધાણકિયાની પુત્રી ટીનાબેનના લગ્ન ધાનપુર તાલુકાના ઘોડાઝર ગામના રાજેશ શંકર ચૌહાણ સાથે જ્ઞાતિના રીત રિવાજ મુજબ થયા હતા. તેમના સુખી દાંપત્યજીવનમાં બે સંતાનો અવતર્યા હતા. જેમાં છ વર્ષનો નિકુંજ અને અઢી વર્ષની દીકરી મહેશ્વરી હતા. થોડાક વર્ષો તેમનો ઘરસંસાર સારી રીતે ચાલ્યા બાદ આ ટીનાબેનને તેનો પતિ રાજેશ શંકર ચૌહાણ તથા તેના સસરા શંકર ચંદ્રસિંહ ચૌહાણ, સાસુ સોકલીબેન ચૌહાણ આમ ત્રણેય શખ્સો ભેગા મળીને એકબીજાની મદદગારી કરી ટીનાબેનને અવાર નવાર મારઝૂડ કરી મેણા-ટોણા મારીને શારીરિક તથા માનસિક રીતે ત્રાસ આપવા લાગ્યા હતા.

ટીનાબેન સાસરીમાંથી તેના બે સંતાનો સાથે ઘરેથી ક્યાંક નીકળી ગયા હતા

તેથી આવા અસહ્ય ત્રાસથી કંટાળી જઈને ગઈકાલે સવારમાં ટીનાબેન સાસરીમાંથી તેના બે સંતાનો સાથે ઘરેથી ક્યાંક નીકળી ગઈ હતી. અને પિયરમાં જવાના રસ્તા ઉપર આવેલા લીમખેડા તાલુકાના બાર ગામે પહોંચી એક ઉંડા કુવામાં તેના છ વર્ષનો પુત્ર નિકુંજ અને અઢી વર્ષની પુત્રી મહેશ્વર બેન સાથે ટીનાબેને કુવામાં ઝંપલાવી આયખુ ટુંકાવી લીધું હતું. આમ પતિ અને સાસુ સસરાના અસહ્ય ત્રાસથી કંટાળીને તેના બે સંતાનો સાથે માતાના સામુહિક આપઘાતથી તાલુકામાં ચકચાર મચી જવા પામી હતી.

આ બનાવ સંદર્ભે મૃતક ટીનાબેનના પિતા ધીરસીંગભાઇ નાનાભાઈ ધાણકિયાએ નોંધાવેલી ફરિયાદના પગલે લીમખેડા પોલીસે તેના પતિ રાજેશ તથા સસરા શંકરભાઈ અને સાસુ સોકલીબેન વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: