આત્મહત્યા ફોલોઅપ: પતિ બાવો બની જતાં પત્નીએ 3 બાળકો સાથે આપઘાતનું પગલું ભર્યું

ગરબાડાએક કલાક પહેલા

  • કૉપી લિંક
મોતને ભેંટેલી ચાર વર્ષિય રીયા અને 8 માસના કનેશ તથા બાવો બનેલ નરેશની તસવીર - Divya Bhaskar

મોતને ભેંટેલી ચાર વર્ષિય રીયા અને 8 માસના કનેશ તથા બાવો બનેલ નરેશની તસવીર

  • ભે ગામની મહિલાએ જામનગરના ખંભાલિડામાં 3 બાળકોની હત્યા કરી હતી, 2 વર્ષ પિયર બેઠી, થોડા જ મહિના રહી ફરી જતો રહ્યો
  • હયાત પતિએ વિધવાનું જીવન અને બાળકોની જવાબદારીનો ભાર વેઠી ના શકી, બાળકો મારી નાંખ્યા બાદ મોત સામે જોવાતા પાઇપ પકડી લીધી, પતિ ઘટનાથી અજાણ

ગરબાડા તાલુકાના ભે ગામની મહિલાએ જામનગરના ખંભાલિડા(મોરાર સાહેબ)માં ત્રણ બાળકોને કૂવામાં ફેંકીને તેમની હત્યા કરી નાખી હતી. આપઘાતનો તો તેણે પણ પ્રયાસ કર્યો હતો પરંતુ મૃત્યુ મુખ સામે જોવાતા કૂવાની પાઇપ પકડી લેતાં તે બચી ગઇ હતી. માતાના હાથે જ મોત પામનારા ત્રણે બાળકોની ગુરુવારના રોજ ભે ગામમાં એક જ ચીતા ઉપર અંતિમવિધિ કરવામાં આવી હતી. પતિ બાવો બની જતાં માથે આવી પડેલી જવાબદારીઓનો ભાર સહન નહીં કરી શકતાં મહિલાએ પોતાની કુખે જન્મેલા ત્રણે સંતાનોની હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે.

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ભે ગામના હોળી ફળિયામાં રહેતાં નરેશ ભુરિયાના લગ્ન ધાનપુર તાલુકાના નવાનગર ગામના ડોબેળ ફળિયામાં રહેતી મેસુડી સાથે થયા હતાં. સુખી દાંમ્પત્ય જીવનના પરિપાક રૂપે મેસુડીબેને ચાર બાળકોને જન્મ આપ્યો હતો. જોકે, એકાએક જ નરેશભાઇનો સંસારમાંથી મોહ ઉઠી જતાં તે સાધુ બની ગયો હતો. ભૂતકાળમાં પત્ની બાળકોનો વિચાર કર્યા વગર નરેશે ઘરેથી નીકળી જતાં મેસુડીબેને થોડો સમય તો સાસરીમાં ગાળ્યો હતો પરંતુ તે પછીથી પિયર જતી રહી હતી. બે વર્ષ બાદ નરેશ એકાએક પ્રગટ થયો હતો અને મનામણા કરીને મેસુડી અને બાળકોને ભે ગામે લઇ આવ્યો હતો. થોડો સમય સાથે રહ્યા બાદ નરેશે ફરીથી ઘર છોડી દીધુ હતું. પ્રારંભમાં તો તેની સાથે ફોન ઉપર વાત પણ થતાં તે હરિદ્વાર તરફ હોવાનું જણાવતો હતો પરંતુ આશરે છેલ્લા બે માસથી તો તેણે ફોન પણ બંધ કરી દીધો છે.

બીજી વખત એકલી પડી ગયેલી મેસુડીબેન સાસરી પક્ષના લોકો સાથે બાળકોને લઇને જામનગરના ખંબાલિડા જતી રહી હતી. પતિની હયાતી છતાં વિધવાનું જીવન અને બાળકોની જવાબદારી નીભાવવા પાછી પડેલી મેસુડીએ અંતે 4 માસની દિકરી રીયા, અઢી વર્ષની માધુરી અને 8 માસના કનેશ સાથે દુનિયા છોડી દેવાનો નિર્ણય કરીને અવીચારી પગલું ભર્યુ હતું. જોકે, તે બચી જતાં પોલીસે હત્યા સબંધિ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્રણ બાળકોનો વતન ભે ગામમાં અગ્નિસંસ્કાર કરાયો.

ત્રણ બાળકોનો વતન ભે ગામમાં અગ્નિસંસ્કાર કરાયો.

મેસુડીના ચાર બાળકોમાં સૌથી મોટી દિકરીનું પણ શંકાસ્પદ મોત થયું હતું
બે બાળકોને કુવામાં ફેંકી હત્યા કરનાર મેસુડીએ દાંપત્ય જીવન દરમિયાન ચાર બાળકોને જન્મ આપ્યો હતો. પતિ નરેશે બાવો બની ઘર છોડ્યા બાદ ભે ગામમાં જ સૌથી મોટી દિકરીનું પણ આકસ્મિક મોત થયું હતું. દાદા સેનિયાભાઇએ જણાવ્યુ કે, મેસુડીએ દિકરી પર ધ્યાન નહીં આપતાં મોત થયું હતું.

દાદા બાળકોના મૃતદેહ લઇને વતન આવ્યા
મસુડી સામે હત્યા સબંધિ ગુનો દાખલ કરીને પોલીસે તેની અટકાયત કરી લીધી હતી. બીજી તરફ પોસ્ટમોર્ટમની વિધિ બાદ ત્રણે બાળકોની લાશ તેમના દાદા સેનીયાભાઇને સોંપી દેવાઇ હતી. સેનિયાભાઇ સહિતના પરિવારના લોકો ત્રણે બાળકોના મૃતદેહ લઇને વતન ભે ગામે આવ્યા હતાં. અહીં ત્રણ બાળકોના મૃતદેહને મુકેલા ખાટલાને ચીતા પર મુકીને અંતિમ વિધિ કરી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: