આત્મહત્યા: દાહોદ તાલુકાના ખરોદામાં પતિના ત્રાસથી ત્રસ્ત પત્નીએ આયખુ ટુંકાવ્યું

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • પરિણીતાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી

દાહોદ તાલુકાના ખરોદા ગામે એક પરણિતાએ પોતાના પતિના ત્રાસથી ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ સંબંધે પરણિતાના પિતાએ પોતાના જમાઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બે વર્ષથી ગમે તે કારણોસર શારિરીક અને માનસીક ત્રાસ આપતો

દાહોદ તાલુકાના ખરોદા ગામે મછાર ફળિયામાં રહેતી 25 વર્ષીય પરણિતા મીનાબેન દિલીપભાઈ ભાભોરને તેના પતિ દિલીપભાઈ સુરતાનભાઈ ભાભોર દ્વારા છેલ્લા બે વર્ષથી ગમે તે કારણોસર શારિરીક અને માનસીક ત્રાસ આપતો હતો. આવા અમાનુષી ત્રાસથી પરણિતા મીનાબેને પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આયખું ટુંકાવી લેતાં આ સંબંધે મૃતક મીનાબેનના પિતા દલસીંગભાઈ કાળીયાભાઈ કિશોરી (રહે. કાંકરાકુવા, મછાર ફળિયું, તા.ઝાલોદ, જિ. દાહોદ) એ પોતાના જમાઈ દિલીપભાઈ સુરતાનભાઈ ભાભોર વિરૂદ્ધ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: