આત્મહત્યા: દાહોદની જીવનદીપ સોસાયટીમાં એક યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • યુવક ભાડાનાં મકાનમાં રહેતો હતો

દાહોદ તાલુકાના દેલસર ગામની પ્રાથમિક શાળા પાસેના રહેવાસી પીન્ટુભાઇ પલાસ નામક યુવકે દાહોદ તાલુકાના ગલાલિયાવાડ ગ્રામ પંચાયતના જીવનદીપ સોસાયટીમાં ભાડાના મકાનમાં અગમ્ય કારણોસર પંખામાં દોરડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી.

દેલસરનો આ યુવક હાલ જીવનદીપ સોસાયટીના એક મકાનમાં ભાડેથી રહી બસ સ્ટેન્ડના પાર્કિંગમાં નોકરી કરી રહ્યો હતો. જોકે આ યુવકે કયા કારણોસર આત્મહત્યા કરી તે હાલ જાણી શકાયું નથી. પરંતુ ઘટનાની જાણ આસપાસના લોકોને થતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળ નજીક ભેગા થયા હતા. તથા આ બનાવની જાણ દાહોદ તાલુકા પોલીસ મથકે કરાઈ હોવાનું કહેવાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: