આત્મનિર્ભર: દાહોદમાં હેન્ડીક્રાફ્ટની તાલીમ થકી 700 બહેનો આત્મનિર્ભર બની, હેન્ડીક્રાફ્ટના તજજ્ઞ દ્વારા માત્ર 13 દિવસની તાલીમ બાદ જે તે તાલીમાર્થી પગભર બની શકે છે
- Gujarati News
- Local
- Gujarat
- Dahod
- 700 Sisters Become Self reliant Through Handicraft Training In Dahod, After Only 13 Days Of Training By A Handicraft Expert
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલાલેખક: સચિન દેસાઈ
- કૉપી લિંક

દાહોદમાં હસ્તકળાના ક્ષેત્રે અનેક મહિલાઓ આત્મનિર્ભર બની છે.
છેલ્લા આઠ વર્ષથી દાહોદમાં ચાલતા જ્યોત સખી મંડળના બેનર હેઠળ દાહોદના એક દંપતીએ આ વિસ્તારની આશરે 700થી વધુ મહિલાઓને વાંસકામ, મોતીકામ વગેરેમાં તજજ્ઞ બનાવી આત્મનિર્ભર બનાવી છે.સેંકડો વર્ષોથી ગૃહ સજાવટની કલામાં પોતાનો આગવો વારસો સાચવી રાખનાર દાહોદની આદિવાસી સંસ્કૃતિ અંતર્ગત દાહોદના ઉત્સાહી દંપતી હેતલભાઈ તથા ચંચલબેન ઠાકોરના સંનિષ્ઠ પ્રયાસોથી જરૂરતમમંદ મહિલાઓએ બામ્બુ (વાંસ)કામ, મોતીકામ જેવી કલાકારી શીખી છે.
શીખ્યા બાદ જે તે તાલીમાંર્થી બહેનો દ્વારા સરળતાથી બની શકતી ગૃહ સુશોભનની વિવિધ બનાવટોના પ્રદર્શન અને વેચાણ થકી દાહોદ પંથકની કળા ભારતભરમાં આગવી ઓળખ પામી છે.દાહોદના સહકાર નગરમાં રહેતું દંપતી હેતલભાઈ અને ચંચલબેન ઠાકોર આમ તો છેલ્લા 15 વર્ષથી વાંસની વિવિધ બનાવટો થકી પરિવારનો જીવનનિર્વાહ કરે છે. બાદમાં 8 વર્ષ અગાઉ જ્યોત સખી મંડળના બેનર હેઠળ BSVS (બેન્ક ઓફ બરોડા સ્વરોજગાર યોજના)ના માધ્યમથી મહિલાઓને 13 દિવસની તાલીમ અપાય છે.
આવી પ્રત્યેક શિબિરમાં એકસાથે મહત્તમ 35 બહેનો વાંસ કામ, મોતીકામ, ફાઈલ, એન્વલપ, દરવાજાના તોરણ, પગલૂંછણીયા વગેરે બનાવતા શીખે છે. આ ક્ષેત્રે આગળ વધવાનો રસ ધરાવતી બહેનો વોલ આર્ટ, ગણપતિ વોલપીસ, પેન બોક્ષ, નાઇટ લેમ્પ, મોબાઇલ સ્ટેન્ડ, કીચેઇન, વિન્ડ ચેઇન, નેમપ્લેટ, ટોપલી, ફુલ, ફુલદાની, આભૂષણો વગેરે બનાવતા પણ શીખે છે. ખાસ કરીને વાંસ અને મોતીની વિવિધ બનાવટોમાં તજજ્ઞ બનેલ આ ઠાકોર દંપતીએ છેલ્લા 8 વર્ષમાં દાહોદ અને અન્ય વિસ્તારની આશરે 700 થી વધુ બહેનોને તાલીમ આપી ચૂક્યા છે.
કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વખતોવખત યોજાતા વિવિધ સરકારી કે બિનસરકારી કાર્યક્રમો, કૃષિમેળા વગેરે કાર્યક્રમોમાં તેમને નિ:શુલ્ક ધોરણે સ્ટોલ ફાળવવામાં આવે છે. જેના થકી આવી વિવિધ કલાકૃતિઓનું સારું કહી શકાય એવી માત્રામાં વેચાણ થાય છે. આમ, સરકારી યોજના અંતર્ગત તાલીમ મેળવી વિશેષ કૌશલ્ય મેળવી આ અને અન્ય વિસ્તારની અનેક મહિલાઓ આત્મનિર્ભર બની છે. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા ખૂબ સારું પ્રોત્સાહન મળ્યા બાદ આ દંપતીએ તાલીમાર્થી બહેનોને કાચું મટીરિયલ આપીને તેમના દ્વારા જે તે કલાકૃતિઓ બન્યા બાદ તે પેઠે યોગ્ય વળતર પણ ચૂકવાય છે. આ દંપતીએ ભારતના લગભગ તમામ રાજ્યોમાં દાહોદ પંથકની આવી કલાકૃતિઓનું પ્રદર્શન તેમજ વેચાણ કર્યું છે.
હેન્ડીક્રાફ્ટનું આકર્ષણ હોઈ સારું વેચાણ થાય છે
હેતલભાઈ ઠાકોર, તજજ્ઞ- અમે તાલીમાર્થી બહેનોએ બનાવેલ કલાકૃતિ મેળવીને જે તે કાર્યક્રમોમાં યોજાતા મેળાઓમાં વિવિધ કલાકૃતિઓનું લોકો સમક્ષ પ્રદર્શન તેમજ વેચાણ કરીએ છીએ. આધુનિક યુગમાં પણ વાંસની બનાવટોથી બનતી ગૃહ સુશોભનની અમાપ લોકપ્રિયતા હોઈ વેચાણમાં ખાસ મુશ્કેલી આવતી નથી.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed