આત્મનિર્ભર કાઉન્સિલર: દાહોદના કાઉન્સિલરો સામાન્ય વ્યવસાય સાથે આત્મનિર્ભર બન્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલાલેખક: સચિન દેસાઈ

  • કૉપી લિંક
નજમાબેન ઓટલા પર છૂટક વસ્તુઓ વેચી તથા ખલીલ છીત્તલ પાનના ગલ્લા દ્વારા રોજગારી મેળવે છે. - Divya Bhaskar

નજમાબેન ઓટલા પર છૂટક વસ્તુઓ વેચી તથા ખલીલ છીત્તલ પાનના ગલ્લા દ્વારા રોજગારી મેળવે છે.

  • દાહોદના એક કાઉન્સિલર સવારે ઘરેઘરે પેપર વિતરણ કરે છે : એક પાનનો ગલ્લો અને એક શાકભાજીની હાટડી ચલાવે છે

દાહોદ પાલિકાની ચૂંટણી આગામી માસે યોજાય તેવી સંભાવના છે ત્યારે આ વખતે અનેક લોકો મુરતિયા બની ઝંપલાવવા તલપાપડ બન્યા છે. અગાઉ વડનગરમાં ચાનો વ્યવસાય કરનાર વડાપ્રધાને આત્મનિર્ભર બનવાની વાત મુકતા અગાઉ જ દાહોદના ગત ટર્મના અનેક કાઉન્સિલરો, એ અગાઉ આત્મનિર્ભર બનીને પોતાની આજીવિકા મેળવી રહ્યાં છે. દાહોદ પાલિકામાં 2015માં વિજય મેળવી પાંચ વર્ષ માટે કાઉન્સિલર બનેલા નજમાબેન પટેલ, મોટા ઘાંચીવાડ વિસ્તારમાં એક ઓટલા ઉપર ખાણીપીણીના પડીકા કે મસાલાવાળા બટાકા ગોઠવીને વેચતા નજરે ચડે છે. તો 2015ની ચૂંટણી દરમ્યાન વિજય પ્રાપ્ત કરી કાઉન્સિલર બનનાર નજમા પટેલ, પાલિકાની બોર્ડ હોય કે મોટા નેતા સમક્ષ રજૂઆત કરવાની હોય સાદા- ટ્રેડિશનલ ડ્રેસમાં જ અને પગરખાં પહેર્યા વિના ખુલ્લા પગે જ ફરતા જાય છે.

કાઉન્સિલર બન્યા બાદ પણ, બહાર ઓટલા પર બેસીને જે તે વસ્તુઓ ખુલ્લામાં વેચવાનો ધંધો કરતા રહ્યાં છે. આ ટર્મમાં જ પાલિકામાં કાઉન્સિલર બન્યા બાદ ચેરમેન તરીકે કામગીરી કરનાર મુકેશભાઈ ખંડેલવાલ, તો છેલ્લા 30 વર્ષથી અખબાર વિતરક તરીકે કાર્યરત છે. વહેલી સવારે પાંચ વાગે ઉઠી અખબાર વિતરણ કરી તેના બીલો પણ ઉઘરાવવા નીકળે છે. તેઓ વ્યવસાયિક કર્મ પૂરું કરી બાકીનો સમય પોતાના વોર્ડની અને દાહોદ પાલિકાની જે તે કામગીરી માટે ફાળવે છે. સાથે પાલિકાની પેટા ચૂંટણીમાં વિજેતા બનેલ રાજુભાઈ પરમાર અગાઉની માફક પોતાના છૂટક શાકભાજીના વ્યવસાય સાથે આજે પણ સંકળાયેલા છે.

નાના વ્યવસાયીઓ પણ કાઉન્સિલર બન્યા છે
પૂર્વ કાઉન્સિલર ગુમજીભાઇ ભગતની અગાઉથી ચાલતી ચાની રેંકડી આજેય ચાલે જ છે. તો 2015 માં કાઉન્સિલર બનેલા ખલીલ છીત્તલ, ઘાંચીવાડ ખાતે પાનના ગલ્લો ચલાવે છે. પુરોગામી કાઉન્સિલર સલીમ પટેલનો પણ પાનનો ગલ્લો જ હતો. છેલ્લી ટર્મના કાઉન્સિલર લખન રાજગોર ગુજરાન ગોદીરોડ સ્થિત નાનકડી દુકાનમાં દરજીકામ અને સાથે એસટીડી ચલાવીને કરતા હતા. કાઉન્સિલર ભાઈ જીવણ રાજગોર, ખાનગી બસમાં ડ્રાઇવર હતા. ત્રણ ટર્મથી વિજેતા નીવડતા મહિલા કાઉન્સિલર, અગાઉ સ્ટેશન રોડ વિસ્તારમાં લોકોના ઘરે કપડાં,વાસણ, પોતું કરવાનું ઘરકામ કરતા હતા.

સળંગ 6 -7 ટર્મ વિજેતા બની પ્રમુખ બનનાર નલિનકાન્ત મોઢીયા છૂટક દૂધ ભરવા સાથે પાલિકાની બહારના ભાગે દૂધ વેચતા હતા. તો પૂર્વ પ્રમુખ સુધીરભાઈ લાલપુરવાળા અગાઉ ટાઈપ કલાસ ચલાવવા સાથે મોટર ડ્રાઈવિંગ શીખવવાના વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.બે ટર્મ કાઉન્સિલર અને એક ટર્મ તો પુરવઠા વિભાગના ડિરેક્ટર રહેલા નરેશભાઈ મોરાર, અગાઉ બરફની પાટો ઉંચકવાના મજુરીકામ બાદ સાયકલ સ્ટેન્ડ સંભાળતા. તો 2008માં તે અવસાન પામ્યા ત્યાં લગી પાનનો ગલ્લો ચલાવતા હતા.






Related News

Comments are Closed

%d bloggers like this: