આડા સંબંધ મુદ્દે પત્નીના વાળ કાપી મારતા પતિ સામે ફરિયાદ

  • ઝાબુઆ પોલીસે શૂન્ય નંબરથી ફરિયાદ લઇ જેસાવાડા પોલીસને જાણ કરી
  • જેસાવાડા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી

દિવ્ય ભાસ્કર

Aug 03, 2020, 04:00 AM IST

દાહોદ. મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાની સન્નુબેનના લગ્ન પાંચેક વર્ષ પહેલા અભલોડ ગામના અજીત રામસિંહ ભાભોર સાથે સમાજના રિતિરીવાજ મુજબ થયા હતા. બન્ને પતિ પત્નીનું લગ્નજીવન સુખમય રીતે ચાલતુ હતું અને વસ્તારમાં તેમને બે છોકરાઓ પણ છે. ત્યાર બાદ થોડા મહિનાઓથી પતિ અજીત તેની પત્ની સન્નુબેન ઉપર શંકા કરી મારકુટ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું પરંતુ ઘર સંસાર નહી બગડે તેથી બધુ સહન કરતી હતી.

તા.12 જુલાઇની રાત્રે પણ અજીત દારૂના નશામાં ચીક્કાર થઇ ઘરે આવી સન્નુબેનના ચરિત્ર પર શંકા રાખી તેને ધોલધપાટ, લાતો અને મુક્કાથી મારપીટ કરવા લાગ્યો હતો. બીજા દિવસે રાત્રે ફરિથી માર મારી તેના વાળ પણ કાપી નાખ્યા હતા અને શરીરે પણ ઇજાઓ થઇ હતી. ત્યાર બાદ અજીતના સુઇ ગયા બાદ સન્નુબેન ચુપકેથી ઘરેથી નિકળી તેના પિતાના ઘરે જતી રહી હતી અને તેના પિતાને આ બાબતની જાણ કરી હતી. આ સંદર્ભે સન્નુબેને ઝાબુઆ પોલીસ મથકે પતિ અજીત રામસિંગ ભાભોર વિરૂદ્ધ શુન્ય નંબરથી ફરિયાદ નોંધાવતાં ત્યાંથી પોલીસે જાણ કરતાં જેસાવાડા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: