આજથી દાહોદ જિલ્લામાં યોજાનાર નશાબંધી પ્રચારના વિવિધ કાર્યક્રમો

નશાબંધી સપ્તાહ ઉજવણીનો સમાપન સમારોહ યોજાશે

  • Dahod - આજથી દાહોદ જિલ્લામાં યોજાનાર નશાબંધી પ્રચારના વિવિધ કાર્યક્રમો

    દાહોદ નશાબંધી અને આબકારી કચેરી દ્વારા તા.૨ થી ૮ ઓક્ટોબર સુધી વ્યસન મુક્તિને લઇ શૈક્ષણિક સંસ્થાઓ તથા સરકારી ખાતા કચેરીઓના સહયોગથી સપ્તાહની ઉજવણી કરાઇ રહી છે.

    તા.૫એ ઝાલોદના મીરાખેડી ઉત્તર બુનિયાદી વિદ્યાલય મીરાખેડી ખાતે ર્ડા.આંબેડકર સાર્વજનિક યુવક મંડળના સહયોગથી સવારે ૧૧.૧૫ કલાકે જ્યારે ફતેપુરા તા.ના તળગામ ઝગોલા પ્રા.શાળા ખાતે ગુરૂ ગોવિંદસિંહ જન કલ્યાણ સેવા ટ્રસ્ટ, બટકવાડા, તા. સંતરામપુરના સહયોગથી બપોરે 2 વાગ્યે, તા. ૬એ ર્ડા.આંબેડકર સાર્વજનિક યુવક મંડળ, જેસાવાડાના સહયોગથી સવારે ૧૧.૧૫ કલાકે સંજેલી તા.ની પ્રા. શાળા માંડલી ખાતે, ગુરૂ ગોવિંદસિંહ જન કલ્યાણ સેવા ટ્રસ્ટના સહયોગથી બપોરે 2 કલાકે, તા. ૭ ના રોજ ર્ડા.આંબેડકર સાર્વજનિક યુવક મંડળ, જેસાવાડાના સહયોગથી દેવગઢ બારીયા તા.ની કેલીયા પ્રા.શાળા ખાતે સવારે ૧૧.૧૫ કલાકે, જયારે સંતરામપુર તા.ના નાની ભુગેંડી ભીલ સમાજ યુવક મંડળ દ્વારા બપોરે 2 કલાકે જન જાગૃત્તિના કાર્યક્રમો યોજાશે. જયારે તા.૮ ના રોજ ર્ડા.આંબેડકર સાવિજનિક યુવક મંડળ, ભીલ સેવા મંડળ, દાહોદ મદદનીશ કમિ. (આદિજાતિ વિકાસ)ના સહયોગથી ગરબાડા તા.ના જેસાવાડા યશવાટિકા કન્યા વિદ્યાલયમાં સવારે ૧૧.૧૫ કલાકે સમાપન સમારોહ યોજાશે.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: