આગ: ​​​​​​​દાહોદથી-ગોધરા રોડ ઉપર ભથવાડા ટોલનાકા નજીક ટ્ર્રકમાં અચાનક આગ લાગી, ટ્રક સહિત માલસામાન બળીને ખાખ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • આગના બનાવના પગલે એક તરફનો માર્ગ ડાયવર્ટ કરાયો

દાહોદથી ગોધરા રોડ ઉપર જતા ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે સ્થિત ભથવાડા ટોલ નજીક સવારના સુમારે (એમ.પી-09. એચ.એફ-5490)નંબરના ટ્રકમાં અકસ્માતે આગ લાગતાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતાં ટ્રક સહિત માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો.

આ બનાવ સબંધે નેશનલ હાઇવે ઓથોરિટીના કર્મચારીઓએ લોકોની સુરક્ષા સલામતી ધ્યાને રાખી હાઇવેનો એક તરફનો માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી. તેમજ સંતરોડ જવાના રસ્તા પરથી ડાયવરઝન આપીને આગળ ઓરવાડા સુધી સિંગલ રસ્તાનો ઉપયોગ કરવો પડ્યો હતો. જોકે, ઘટનાના પગલે કોઇ જાનહાની ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. આગના બનાવમાં ટ્રકના માલિકને આર્થિક નુકસાન પહોંચ્યું હોવાનું પ્રાથમિક તબક્કે લાગી રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: