આગની ઘટના: દાહોદના 4 તાલુકામાં ડુંગર પર આગથી વન વિભાગ દોડતું થયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ40 મિનિટ પહેલા

  • કૉપી લિંક
આગની ઘટનાએ વન વિભાગને દોડતું કરી દીધું. - Divya Bhaskar

આગની ઘટનાએ વન વિભાગને દોડતું કરી દીધું.

  • હોળી પર્વે જ ડુંગરો આગને હવાલે, વન વિભાગની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી

આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં 81 હજાર હેક્ટરમાં જંગલ છવાયેલા છે. હોળીના પર્વ ટાંણે ડુંગર નવડાવવા સહિતની વિવિધ પ્રથા કે અકસ્માત જે કંઇ પણ હોય પરંતુ જિલ્લાના એક નહીં પરંતુ ચાર તાલુકામાં ડુંગરો ઉપર આગની ઘટનાએ વન વિભાગને દોડતું કરી દીધુ હતું.

સાગટાળાથી દેવગઢ બારિયા વચ્ચેના ડુંગરોમાં બામરોલી, ફાંગિયા, ઝાબ, સેવનિયા સહિતના ગામોમાં દાવાનળ ફાટ્યો હતો. જિલ્લાના સીંગવડ, સંજેલી અને ધાનપુર તાલુકામાં પણ ડુંગરો ઉપર આગ ફાટી નીકળી હતી. વન વિભાગની ટીમે સ્થાનિકોને સાથે રાખીને પાણી પહોંચાડી શકાય ત્યાં પાણીનો મારો કરીને અને બીજા સ્થાને લીલા પાન વાળી ઝાડુ બનાવીને તેના થકી આગ ઓલવવવામાં સફળતા મેળવી હતી. પાનખરને કારણે આગ ઝડપી ફેલાઇ હતી. ડુંગરો ઉપર મહુડા, સાદડ, બીઓ, મોદળ, કાકડિયા સહિતના વૃક્ષો થાય છે ત્યારે આ વૃક્ષોને નુકસાન સાથે સર્પ સહિતના જીવજંતુઓ પણ મોટી સંખ્યામાં આગમાં હોમાઇ ગયા હોવાની આશંકા છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: